આર્ટિકલ 370: લદાખ માટે મોટી ભેટ, હવે કશ્મીરથી અલગ મળશે વિશેષ ઓળખ

નવી દિલ્હી- કેન્દ્રની મોદી સરકારએ ઐતિહાસિક નિર્ણય કરતા સોમવારે જમ્મુ-કશ્મીર પુનર્ગઠન અને આર્ટિકલ 370ને દૂર કરવા સંબંધિત સંકલ્પને પસાર કરી લીધો. એની સાથે જ જમ્મુ-કશ્મીરને બંધારણ દ્વારા આપેલા વિશેષ રાજ્યના દરજ્જાને પરત ખેંચી લેવામાં આવ્યો છે. હક્કીકતમાં આર્ટિકલ 370નો ઉદેશ્ય જમ્મુ અને કશ્મીરની અલગ અલગ ઓળખને પ્રોટેક્ટ કરવાનો હતો, પરંતુ રાજ્યમાં ત્રણ ક્ષેત્ર અલગ થઈ ગયા. લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાનો નિર્ણય આ બોદ્ધિ વિસ્તાર માટે એક મોટી ભેટ છે, જે લાંબા સમયથી અલગ-થલગ હતું, અને કશ્મીરની હવામાં અહીંનો રાજનીતિક અવાજ દબાયેલ હતો.

વિશાળ વિસ્તાર અને બોદ્ધ વસ્તી હોવા છતાં લદાખને કયારેય પણ જમ્મુ-કશ્મીરને લઈને થતી ચર્ચામાં સ્થાન આપવામાં આવ્યું નથી. કારગીલની મુસ્લિમ આબાદી વધવાની સાથે જ અહીંની જનસંખ્યામાં પણ ફેરફાર થઈ ગયો. આ ફેરફાર બાદ એક લોકસભા બેઠક માટે બોદ્ધ તેમનો પ્રતિનિધિ પસંદ કરશે અને આ બેઠક હવે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી માટે અસુરક્ષિત થઈ ગઈ છે.

અધિકારીઓ પણ અહીં નહતા ઈચ્છતા પોસ્ટિંગ

રિમોટ એરિયામાં રહેતા મૂળભૂત સુવિધાઓથી વંચિત લદાખના લોકોને ઘાટી કે જમ્મુથી આવેલા અધિકારીઓની ઉદાસીનતા સામે લડવું પડતુ હતું. આ અધિકારીઓ અહીં પોસ્ટિંગ નહતા ઈચ્છતા. અધિકારીઓને અહીં પોસ્ટિંગ કરવા પર તે આ પોસ્ટિંગને સજાના રૂપમાં ગણતા હતાં.

લદાખ અને જમ્મુના લોકોમાં એ વાતને લઈને નારાજગી હતી. તેમણે હંમેશા અનુભવ્યું કે, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ વાળી શ્રીનગરમાં બેઠેલી સરકાર તેમના પ્રતિ હંમેશા ઉપેક્ષાનો વલણ અપનાવતી હતી.

અહીંના લોકોએ આ સરકારોને હંમેશાથી લદાખ માટે સજાના રૂપમાં જોતા આવ્યા છે. રાજનીતિ માટે મુસ્લિમ બહુસંખ્યક ક્ષેત્રથી મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં. ઘાટીમાંથી હિન્દૂઓના પલાયન પછી થી જ ઘાટી-જમ્મુની વચ્ચે નફરત વધતી ગઈ.