370 પર નિર્ણય બાદ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, શ્રીનગરથી NSA અજીત ડોભાલનો રિપોર્ટ…

જમ્મૂ-કાશ્મીર: જમ્મૂ-કાશ્મીરના આર્ટિકલ 370 અંતર્ગત મળેલા વિશેષાધિકારોને હવે હટાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ઘાટીમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે. જેથી કોઈપણ સ્થિતીને પહોંચી વળાય. ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ અત્યારે શ્રીનગરમાં છે અને સમગ્ર સ્થિતી પર નજર રાખી રહ્યા છે. અજીત ડોભાલ કેન્દ્રનો નિર્ણય યોગ્ય રીતે લાગુ થાય ત્યાં સુધી ત્યાં જ રહેશે. NSA અજીત ડોભાલ સતત ત્યાં લોકલ લોકો સાથે બેઠક કરી રહ્યા છે.

આર્ટિકલ 370 પર નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરથી જે ગ્રાઉન્ડ રિપોર્ટ સરકારને મળ્યો છે. તે રિપોર્ટ ખુલ NSA અજીત ડોભાલે કેન્દ્ર સરકારને મોકલ્યો છે. આ રિપોર્ટમાં શું ખાસ છે આવો જાણીએ…

  • ગૃહ પ્રધાન અમિત શાહે જે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે કે સમય આવવા પર જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશથી પૂર્ણ રાજ્ય બનાવી દેવામાં આવશે. તે વાયદાનું સ્થાનિક નિવાસીઓએ સ્વાગત કર્યું છે.
  • જમ્મૃ-કાશ્મીરમાં અત્યારે પૂર્ણ રીતે શાંતી છે. લોકો પોતાનુ રોજીંદુ કામ કરવા માટે આરામથી જઈ રહ્યા છે.
  • સ્થાનીય નિવાસીઓનું માનીએ તો તેમના હિસાબે કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયને બિલકુલ યોગ્ય રીતે લાગૂ કર્યું છે.
  • કાશ્મીરમાં એ પ્રકારનો માહોલ છે કે આ મુદ્દાને લઈને સ્થાનીય નેતાઓએ અલગ માહોલ બનાવ્યો અને લોકોને ડરાવીને રાખ્યા