કેન્દ્રીય બજેટ 1-ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરશે.

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. એ જ દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર બે ભાગમાં ચલાવવામાં આવશે. પહેલો ભાગ 11 ફેબ્રુઆરીએ પૂરો થયા બાદ સભ્યો બ્રેક લેશે અને બાદમાં 14 માર્ચથી સત્રનો બીજો ભાગ શરૂ કરાશે.