બિકાનેર એક્સપ્રેસ દુર્ઘટનામાં મરણાંક 9

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના દોહોમોની નજીક બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસને ગઈ કાલે નડેલી દુર્ઘટનામાં મરણાંક વધીને 9 થયો છે. ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. અમુક ઊંધા વળી ગયા હતા તો અમુક એકબીજાની ઉપર ચડી ગયા હતા. દુર્ઘટના ગઈ કાલે સાંજે લગભગ પાંચ વાગ્યે બની હતી.

બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. 36 ઈજાગ્રસ્ત લોકોને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષિત પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા ગુવાહાટી મોકલવામાં આવ્યા છે.