બિપ્લબ દેવે સંભાળ્યું ત્રિપુરાનું સુકાન, શપથ સમારોહમાં હાજર રહ્યાં પીએમ મોદી

અગરતલા- 25 વર્ષના લેફ્ટપાર્ટીના સાશન બાદ આજે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. બિપ્લબ કુમાર દેવે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે જ્યારે જિષ્ણુદેવ બર્મને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય રીતે આયોજીત કરવામાં આવ્યો હતો. સમારોહમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યાં હતા.આ પ્રસંગે રાજ્યના પૂર્વ સીએમ માણિક સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યમાં હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ને સ્પષ્ટ જનાદેશ મેળવ્યો છે અને રાજ્યની 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને સત્તાની બહાર કરી છે. ભાજપને 35 જ્યારે તેના સહયોગી પક્ષ ઈન્ડિયન્સ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT)ને 8 બેઠક મળી છે.

બિપ્લબ કુમાર દેવે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે જ્યારે જિષ્ણુદેવ બર્મને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. આ ઉપરાંત અન્ય કેટલાક ધારાસભ્યોએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યાં હતાં. રતનલાલ નાથ, નરેન્દ્ર ચંદ્ર, સુદીપ રોય, પ્રાંજિતસિંહ રોય, મનોજકાંતિ દેવ, મેવાડ કુમાર સહિતના નેતાઓએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યાં હતાં.