નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ અને સ્પેસએક્સના માલિક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા આપવા તૈયાર છે, પણ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ એલન મસ્કની સ્પેસએક્સની સેટેલાઇટ બ્રોડબેન્ડ પાંખ સ્ટારલિન્કને બ્રોડબેન્ડથી સ્પેસ સર્વિસિસ માટે કોઈ પણ જરૂરી સત્તાવાર મંજૂરી વગર કોઈ પણ જાતની સંબંધિત ફી ના વસૂલવા માટે નિર્દેશ આપ્યા છે. સ્ટારલિન્ક ઇન્ટનેટ સર્વિસિસ જરૂરી મંજૂરી મેળવ્યા વગર અને સંબંધિત સ્ટેચ્યુટરી જોગવાઈઓનું પાલન કર્યા વગર ટેલિકોમ બિઝનેસ અને સંબંધિત ફી ના ઉઘરાવે, એમ ટ્રાઇએ કંપનીને ગઈ કાલે નિર્દેશ આપ્યા છે. સરકાર દ્વારા એલન મસ્કની સ્ટારલિન્કને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે લાઇસન્સ જારી નથી કર્યું. જેથી ટ્રાઇએ સ્ટારલિન્કને વિના લાઇસન્સ વેપાર નહીં શરૂ કરવા આદેશ આપ્યા છે.
સરકારનો આદેશ સંદેશવ્યવહાર મંત્રાલય દ્વારા સ્ટારલિન્કને ઇન્ટરનેટ વાયા સ્પેસ સર્વિસ માટે પ્રી-બુકિંગ માગવા પર અટકાવાયાના ઠીક એક સપ્તાહ પછી આવ્યો છે, કેમ કે એની પાસે સ્થાનિક લાઇસન્સ નથી.
ટ્રાઇનો આ આદેશ ત્યારે આવી પડ્યો છે, જ્યારે સ્ટારલિન્ક ઇન્ડિયના વડા સંજય ભાર્ગવે લિન્કડઇન પોસ્ટમાં સંકેત આપ્યા હતા કે કંપનીને સ્પેસ સર્વિસ થકી બ્રોડબેન્ડની સર્વિસ પર પહેલા વર્ષે વપરાશકારદીઠ ટર્મિનલ પર બધા ટેક્સની વસૂલાત સહિત આશરે રૂ.1.50 લાખનો અને બીજા વર્ષે શરે રૂ. 1.15 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.
મંત્રાલયના હાલના આદેશ પહેલાં કંપની સેટેલાઇટ બ્રોડબેન્ક સર્વિસની બીટા વર્ઝન માટે 99 ડોલર (આશરે રૂ. 7500) સંપૂર્ણપણે રિફન્ડેબલ ડિપોઝિટ સ્વરૂરે સ્વીકારી રહી હતી. જોકે કંપનીએ એ પછી પ્રી-ઓર્ડર ઓફરને પરત ખેંચી હતી.