માસ્ક પહેરવાથી કોરોનાનું જોખમ 225 ગણું ઓછું: સર્વે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી બચાવ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ઉત્તમ માસ્ક પહેરવો છે. આ માહિતી એક સર્વેમાં સામે આવી છે. ત્રણ મીટરનું અંતર જાળવી રાખવાના નિયમ પર નિર્ભર રહેવાની તુલનામાં ચહેરાને ઢાંકીને રાખવાથી જોખમ 225 ગણું ઓછું થઈ શકે છે. કોરોના રોગચાળામાં વિશ્વના દરેક દેશોમાં માસ્ક ફરજિયાત કરી દીધો છે, એમ સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું.

જર્મન અને અમેરિકી નિષ્ણાતોની એક ટીમ દ્વારા નવા સંશોધનના નિષ્કર્ષ એક બહાર આવ્યું છે કે ચહેરો ઢાંકીને રાખવાથી કોરોના સામે વધુ સુરક્ષા મળે છે. જો તમે કોઈ સંક્રમિત વ્યક્તિની સામે પાંચ મિનિટ સુધી ઊભા રહો છો અને તમે કોઈ પણ ત્રણ મીટરનું અંતર જાળવો છો, પણ માસ્ક નથી પહેરતા તો તે વ્યક્તિને કોરોના સંક્રમણનું 90 ટકા જોખમ રહે છે.

જોકોઈ સર્જિકલ માસ્ક પહેરે છે તો જોખમ વધુ થવામાં 30 મિનિટનો સમય લાગશે, ભલે તે ચહેરા પર બિલકુલ ફિટ ના હો. સૌથી સલમાતી –જ્યાં બે લોકો મેડિકલ-ગ્રેડ FFP2 માસ્ક પહેરે છે અને તેમને જુદા રાખવામાં આવે છે, ત્યારે એક કલાક પછી વાઇરસના ફેલાવાની સંભાવના માત્ર 0.4 ટકા હોય છે.

કોરોના રોગચાળાને લઈને સંશોધનમાં ગોટિંગેન અને કોર્નેલ યુનિવર્સિટીઓના નિષ્ણાતોએ કહ્યું હતું કે તેમની શોધ શારીરિક અંતરને ઓછી મહત્ત્વની જણાવે છે. મહત્ત્વની વાત એ માલૂમ પડ્યું છે કે વ્યાપક રૂપે માસ્કના ઉપયોગથી કોરોના સંક્રમણના દરમાં 50 ટકા ઘટાડો કરી શકાય છે, એમ અહેવાલ કહે છે.