મુંબઈ: આંશિક કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થઈ ગયા પછી હવે ચંદ્રગ્રહણ થવાનું છે જે સંપૂર્ણ હશે અને ભારતમાં દેખાવાનું હોવાથી એને ધાર્મિક રિવાજો અનુસાર પાળવાનું રહેશે.
ગ્રહણ ૮ નવેમ્બરે બપોરે ૨.૩૯ વાગ્યે શરૂ થશે. ૫.૪૬ વાગ્યે તે એના મધ્ય કાળમાં હશે. ૪.૨૯ વાગ્યે સંપૂર્ણ કાળનું હશે અને ૬.૧૯ વાગ્યે ગ્રહણ સમાપ્ત થશે. દેવદિવાળી દર વર્ષે કારતક મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવદિવાળી 8 નવેમ્બરે આવે છે, પણ એ જ દિવસે ચંદ્રગ્રહણ થવાનું હોવાથી પંડિતો અને જ્યોતિષશાસ્ત્રના જાણકારોની સલાહ અનુસાર દેવદિવાળી 7 નવેમ્બરે ઉજવવામાં આવશે, કારણ કે ગ્રહણ વખતે પૂજા કરવાનું ઉચિત મનાતું નથી.