છઠ પૂજામાં પ્રસાદ બનાવતી વખતે આગ લાગીઃ 40થી વધુ લોકો દાઝ્યા

ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદમાં પ્રસાદ બનાવતી વખતે એક મોટી દુર્ઘટના ઘટી હતી. એક ઘરમાં પ્રસાદ બનાવતી વખતે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં સિલિન્ડરમાં ધડાકો થયો હતો. સિલિન્ડર ફાટવાને કારણે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સિલિન્ડર ફાટવાને લીધે આગ લાગી હતી, જેને લીધે કમસે કમ 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોની હાલત ગંભીર છે.

શાહગંજ મોહલ્લાના વોર્ડ નંબર 24માં સવારે આશરે અઢી કલાકે અનિલ ગોસ્વામીના ઘરમાં છઠ  પર્વ થઈ રહ્યો હતો. પરિવારના બધા સભ્યો પ્રસાદ બનાવવામાં લાગ્યા હતા, ત્યારે ઘરમાં લાગેલી આગે સિલિન્ડરને ચપેટમાં લીધું હતું, જેથી ગેસ લીક વાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. જે પછી ભાગદોડ મચી હતી. કેટલાક લોકો આગ બુઝાવવામાં લાગેલા હતા, પણ આગની જ્વાળા મોટી થઈ હતી.

મોહલ્લાવાળાઓએ પોલીસ અને ફાયરબ્રિગ્રેડની ટીમને સૂચના આપી હતી. ફાયરબ્રિગ્રેડ આ આગ બુઝાવવામાં લાગી હતી.  આ આગમાં બધા ઘાયલોની સારવાર ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ આગથી દાઝી ગયેલા આશરે 25 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. અનેક લોકોને ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ લોકો સ્થિતિ અનુસાર પોતપોતાના દર્દીને આસપાસની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ ગયા હતા. SI  વિનયકુમાર સિંહે જણાવ્યું હતું કે આગ લાગવાની માહિતી મોહલ્લાના લોકોએ આપી હતી. વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાના કારણ વિશે ખુલાસો નથી કરવામાં આવ્યો, પણ અનિલ ગોસ્વામીએ કહ્યું હતું કે સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી.