સેનાના કાફલા પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓ ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લાના ખૌર વિસ્તારમાં આતંકવાદીઓએ ફરી એક વાર સેનાને નિશાને લીધી હતી અને સેનાની એક એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કર્યું હતું, જે પછી બંને બાજુથી ફાયરિંગ થયું હતું. જેમાં ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ આતંકવાદી હુમલો જમ્મુના ખૌર સેક્ટરના જોગવાન વિસ્તારમાં થયો હતો. સેનાએ અધિકારીઓએ કન્ફર્મ કર્યું હતું કે એમ્બ્યુલન્સ પર કેટલીક ગોળીઓ ટલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પર હુમલો કરવાવાળા આતંકવાદીઓની સંખ્યા બે કે ત્રણની છે. પાકિસ્તાન તરફથી મનાવર તવી પાર કરીને ખૌર વિસ્તારના બટ્ટલમાં ઘૂસ્યા છે.

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના વાહન પર ફાયરિંગ થયાના અહેવાલ છે.  ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ ફરાર થયા હતા. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારા અને તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ઘણા આતંકવાદી હુમલા થયા છે, જેમાંથી ગયા અઠવાડિયે બે સૈનિકો સહિત 12 લોકો માર્યા ગયા હતા.ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે જવાનોનાં મોત થયાં  હતાં અને આ સાથે જ આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. ગુરુવારે સેના સાથે કામ કરતા બે પોર્ટર્સ માર્યા ગયા હતા અને ત્રણ સૈનિકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બે જણનું સારવાર દરમિયાન મોત થયાં હતાં.