નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમે ટ્વિટર માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક ઈલોન મસ્કને વિનંતી કરી છે કે તેઓ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદીયાનું ટ્વિટર હેન્ડલ બ્લોક કરે, કારણ કે તેઓ દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસના સંબંધમાં હાલ તિહાર જેલમાં પૂરાયેલા છે.
દિલ્હી ભાજપના નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ આક્ષેપ કર્યો છે કે સિસોદીયા ગુનેગાર છે અને એમના વતી કોઈક અન્ય વ્યક્તિ એમનું ટ્વિટર હેન્ડલ વાપરે છે. બગ્ગાએ ઈલોન મસ્કને વિનંતી કરી છે કે સિસોદીયા હાલ જેલમાં છે તેથી એમના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવામાં આવે.