પ્રોજેક્ટમાં વિલંબથી થયેલા નુકસાનની જવાબદારી નક્કી થાય

નવી દિલ્હીઃ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં થઈ રહેલો વિલંબ નવી વાત નથી. સરકારી પ્રોજેક્ટોમાં વિલંબને કારણે સરકારી ખજાના પર લાખો કરોડો રૂપિયાનો બોજ વધી જાય છે. ડોટા બતાવે છે કે રૂ. 150 કરોડથી વધુના ખર્ચવાળા કેન્દ્રીય ક્ષેત્રના 1454 પ્રોજેક્ટોમાંથી 871 પ્રોજેક્ટો નિર્ધારિત સમયથી પાછળ છે. કેટલાક પ્રોજેક્ટો તો રૂ. 1000 કરોડથી વધુના છે, જેમાં ગયા મહિનાની તુલનામાં વિલંબનો સમયગાળો ઔર વધી ગયો છે. રિપોર્ટ કહે છે કે મોટા ભાગના પ્રોજેક્ટો- રસ્તા, રેલવે અને પેટ્રોલિયમ ક્ષેત્રોના પ્રોજેક્ટોમાં વિલંબ જોવા મળ્યો છે.

પ્રોજેક્ટોમાં વિલંબ કેમ?

દેશના પ્રોજેક્ટોમાં વિલંબનાં અનેક કારણો હોવાની શક્યતા છે, જેમાંનું મુખ્ય કારણ સરકારી સિસ્ટમનો કામ કરવાનો પ્રકાર. એમાં નિર્ણય લેવામાં વધુ વિલંબ- દરેક સ્તરે નિર્ણય લેવામાં વિલંબ, પ્રોજેક્ટમાં ભૂમિ અધિગ્રહણમાં વિંલબ, વન-પર્યાવરણીય મંજૂરી પ્રાપ્ત કરવામાં વિંલબ, પાયાના માળખાને ટેકામાં વિખવાદ. પ્રોજેક્ટમાં નાણાં લગાવવામાં વિલંબ અને કાયદો વ્યવસ્થાને કારણે પણ વિલંબ થાય છે.

જનતાની નાણાંની બરબાદી

પ્રોજેક્ટોમાં વિલંબને કારણે જનતાનાં નાણાંની બરબાદી થાય છે. પ્રોજેક્ટોમાં નક્કી સમયમર્યાદામાં પૂરા નહીં થવાના ગંભીર મામલા છે. કોઈ પણ પ્રોજેક્ટોમાં વિલંબની સ્થિતિમાં જવાબદારી નક્કી થવી જોઈએ અને જવાબદારોને સજાની જોગવાઈ થવી જોઈએ, કેમ કે સરકારી નાણાં વાસ્તવમાં જનતાની આકરી મહેનતના સરકારના ટેક્સના રૂપે વસૂલ કરેલાં નાણાં છે. આવામાં એક-એક પૈસાનો ઉપયોગ સમજીવિચારીને કરવામાં આવવો જોઈએ.જેથી સરકારી નાણાંનો દુર્વ્યય અટકાવી શકાય.