100 વર્ષમાં 5 વાર આટલો કપરો રહ્યો જૂન, જુલાઈમાં વરસાદની સંભાવના…

નવી દિલ્હીઃ આ વર્ષે જૂનના મહીનામાં ખાસી ગરમી જોવા મળી છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા 100 વર્ષમાં આ પાંચમીવાર સૌથી વધારે ગરમી પડી હોય તેવું બન્યું છે. આખા દેશમાં જૂન મહીનામાં વરસાદ સરેરાશ 35 ટકા ઓછો રહ્યો. સામાન્ય રીતે જૂન મહિનામાં 151 મિલીમીટર વરસાદ થાય છે, પરંતુ આ મહીને અત્યાર સુધીનો આ આંકડો 97.9 મિલીમીટરનો જ રહ્યો છે.

આ મહિનાના અંત સુધીમાં 106 થી 112 મિલીમીટર સુધી વરસાદ થવાની સંભાવના છે. 1920 બાદથી આવા 4 વર્ષ હતા કે જેમાં આ પ્રકારની ભયંકર ગરમી પડી હોય. 2009માં સૌથી ઓછો 85.7 મિલીમીટર, વર્ષ 2014માં 95.4, 1926માં 98.7 મિલીમીટર અને 1923માં 102 મિલીમીટર વરસાદ થયો હતો. 2009 અને 2014 બંન્ને વર્ષ આવા જ રહ્યા, કે જ્યારે મોનસૂન અલ-નીનોના પ્રભાવના કારણે નબળુ રહ્યું. આ વર્ષે પણ આ જ સ્થિતી છે.

અલ-નીનોના પ્રભાવને લઈને પૂર્વી અને મધ્ય પ્રશાંત મહાસાગરની સપાટીમાં અસામાન્ય રુપે ગરમીની સ્થિતી હોય છે. આનાથી હવાઓનું ચક્ર પ્રભાવિત થાય છે અને આ ભારતીય મોનસૂન પર વિપરીત અસર નાંખે છે. આ વર્ષે હવામાન વૈજ્ઞાનીકોએ પહેલા જ અલ-નીનો મોડુ સક્રીય થવાના અને કમજોર રહેવાની આશંકા વ્યક્ત કરી હતી.

જો કે ગત સપ્તાહે સ્થિતીમાં થોડો સુધારો આવ્યો હતો અને આ વિસ્તારોમાં મરાઠાવાડા અને વિદર્ભમાં પણ વરસાદ થયો, જે લાંબા સમયથી દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા.