નેશનલ ડેટા ગવર્નન્સ સેન્ટર સ્થપાશે, ડેટા એકસેસ અન્યને આપવાની વાત…

નવી દિલ્હી: સરકાર એક નેશનલ ડેટા ગવર્નન્સ સેન્ટર સ્થાપવાની યોજના ધરાવે છે જેમાં તમામ પબ્લિક ડેટા સંગ્રહ કરવામાં આવશે. સરકાર માહિતીના મેનેજમેન્ટ, વિતરણ અને મોનેટાઇઝેશન માટે પણ માર્ગદર્શિકા નક્કી કરશે. સરકારી એજન્સીઓ અને સ્ટાર્ટ અપ્સ આ સુવિધા દ્વારા ડેટાને એક્સેસ કરી શકશે.  એક સરકારી અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે, “આ ડિવિઝન ખાસ કરીને માર્ગદર્શિકા, સ્ટાન્ડર્ડ અને ઇન્ટરેક્શન અંગે હશે. તેને આઇટી મંત્રાલયમાં સમાવવામાં આવશે. તમામ કોમ્યુનિટી ડેટા કેન્દ્ર સરકારના અધિકારમાં આવશે, તેમાં પર્સનલ ડેટા નહીં પણ માત્ર પબ્લિક ડેટા હશે.” (પ્રતીકાત્મક તસવીર)

વિવિધ એજન્સીઓ અથવા કંપનીઓએ તેમની કામગીરી દરમિયાન જે માહિતી એકત્ર કરી હોય તે પબ્લિક ડેટા હેઠળ આવે છે. આ માહિતી જાહેર હેતુસર કોઈ પણ નિયંત્રણ વગર ઉપયોગ કરી શકાય છે. તેમાં ટ્રાફિક અને બીમારીની પેટર્નનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ કહ્યું કે, “ડેટાનું એક ઇકોનોમિક મૂલ્ય હોય છે. પરંતુ તેનો ઉપયોગ કોણ, ક્યારે અને કઈ જગ્યાએ કરશે તે નેશનલ ડેટા શેરિંગ પોલિસી હેઠળ આવશે જે ડેટા ગવર્નન્સના સેન્ટર હેઠળ આવે છે.” ડેટા સંબંધિત તમામ ઇશ્યૂ ડેટા પ્રોટેક્શન લો હેઠળ આવશે. પર્સનલ ડેટા પ્રોટેક્શન (પીડીપી) બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

(પ્રતીકાત્મક તસવીર)

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સરકારની કઈ પાંખ વાસ્તવમાં ડેટાને લગતી બાબતો હેન્ડલ કરે છે તે વિશે નવી બોડી નિર્ણય લેશે. આ ઉપરાંત ત્રણ એજન્સીઓ MeitY, ટ્રાઇ અને વાણિજ્ય મંત્રાલય પ્રાઇવસી અને સિક્યોરિટીને લગતા મુદ્દા નિયંત્રણ કરી રહી છે.  આ ઉપરાંત MeitYના પીડીપી બિલ ઉપરાંત ટ્રાઇએ પ્રાઇવસી અને સિક્યોરિટી અંગે અલગ ભલામણો મોકલી છે. ડ્રાફ્ટ ઇ-કોમર્સ પોલિસીમાં ડેટા લોકલાઇઝેશન અને પબ્લિક ડેટાના મોનેટાઇઝેશનના મુદ્દા સમાવાયા છે.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રસ્તાવિત નિયમો અમુક કિસ્સામાં બેવડાશે અને એકબીજાથી વિપરીત પણ હશે. આ અંગે ગૂગલ અને આઇબીએમ જેવી વૈશ્વિક કંપનીઓએ ધ્યાન દોર્યું છે. પરંતુ તાજેતરમાં વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે તેમના મંત્રાલયને ડ્રાફ્ટ ઇ-કોમર્સ પોલિસીમાંથી ડેટાના એલિમેન્ટ્સ દૂર કરવા કહ્યું હતું જેને પીડીપી બિલ પૂરતું મર્યાદિત રખાશે.

(પ્રતીકાત્મક તસવીર)

એક બાબત પર તમામ લોકો સહમત છે કે આ મુદ્દા બેવડાવા ન જોઈએ. અધિકારીએ કહ્યું કે નેશનલ ડેટા ગવર્નન્સ સેન્ટરના અધિકારી અન્ય સરકારી એજન્સીઓ સાથે પણ ડેટા માટે વાતચીત કરશે.

(પ્રતીકાત્મક તસવીર)

આ પ્રકારની યોજનામાં મળેલા ડેટાનો દાખલા તરીકે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય ટ્રાફિકનો ડેટા માગી શકે છે. આરોગ્ય મંત્રાલય કદાચ ચોક્કસ હોસ્પિટલમાં દર્દીઓનો ડેટા માગી શકે છે.