વલ્લભભાઈ પટેલને ‘લોખંડી પુરુષ,’ ‘સરદાર’ની પદવી આ રીતે મળી…

નવી દિલ્હીઃ ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ઊજવાઈ રહી છે. તેમની જન્મ જયંતીને દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઊજવવામાં આવે ચે. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડા પ્રધાન હતા. આ વર્ષે તેમની 146મી જન્મજયંતી છે. આવો તમને જણાવીએ તેમના વિશે કેટલાંક રસપ્રદ તથ્યો વિશે…‘રન ફોર યુનિટી’નું આયોજન

ઉત્તર પ્રદેશમાં બધી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ ભાગ લે છે. ઉત્તર પ્રદેશની સરકારે રાજ્યની પ્રત્યેક સ્કૂલમાં ‘રન ફોર યુનિટી’ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.

‘લોખંડી પુરુષ’ની ઉપાધિ

મહાત્મા ગાંધીજીએ સરદાર પટેલને ‘લોખંડી પુરુષ’ની ઉપાધિ આપી હતી. દેશની આઝાદીમાં સરદાર પટલનું યોગદાન અભૂતપૂર્વ હતું. તેમણે દારૂ, છૂત-અછૂત અને મહિલાઓ પરના અત્યાચાર સામે લડાઈ લડી હતી. તેમની દ્રઢતા સામે અંગ્રેજો ઝૂકવું પડ્યું હતું.

તેમનો જન્મ ખેડા જિલ્લામાં 31 ઓક્ટોબરે ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને તેમની કૂટનીતિની ક્ષમતાઓ માટે ખાસ યાદ કરવામાં આવે છે. તેમને મહિલાઓએ ‘સરદાર’ની ઉપાધિ આપી હતી. તેમનાં લગ્ન 1891માં ઝવેરબા પટેલ સાથે થયાં હતાં. ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. તેમણે 22 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું હતું. તેઓ વકીલ બન્યા અને ઇંગ્લેન્ડમાં પણ શિક્ષણ લીધું હતું. બારડોલી સત્યાગ્ર આંદોલન સફળ થયા પછી ત્યાં મહિલાઓએ વલ્લભભાઈને ‘સરદાર’ની ઉપાધિ આપી હતી. તેમણે આઝાદ થયા ત્યારે 565 રજવાડાંઓને ભારતમાં સામેલ કરવા માટે રાજી કરવાનું કામ કર્યું હતું.