ત્રીજી લહેરઃ ડેલ્ટા વેરિયેન્ટથી સંક્રમિત થવાનું જોખમ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ભલે ઘટાડો નોંધાતો હોય, પણ જોખમ હજી પૂરેપૂરું નથી ટળ્યું. કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનું જોખમ હજી સતત ઝળૂંબી રહ્યું છે. કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ રસી લીધેલા અને રસી નહીં લીધેલા લોકોને સંક્રમિત કરી શકે છે, એવો એક અભ્યાસમાં ખુલાસો થયો છે.

આ અભ્યાસ ICMR દ્વારા ચેન્નઈમાં કરવામાં આવ્યો છે. આ અભ્યાસ મુજબ ડેલ્ટા વેરિયેન્ટમાં એટલી ક્ષમતા છે કે એ રસી લઈ ચૂકેલા અને રસી નહીં લેનારા –બંને લોકોને સંક્રમિત કરી શકે છે. જોકે આમાં રસી લઈ ચૂકેલા લોકો માટે મોતનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. આ પહેલાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ ડિરેક્ટર ડો. એસ. કે. સિંહે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનો પ્રભાવ અને વેરિયેન્ટ્સ ઓફ કન્સર્નને લઈને બે પ્રકારના સર્વેલન્સ બતાવ્યા હતા. અમે બે પ્રકારની દેખરેખ કરી રહ્યા હતા. પ્રથમ ડેલ્ટા વેરિયેન્ટના પ્રભાવને લઈને દેખરેખ અન્ય બહારથી આવતા લોકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

દેશમાં કેરળ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ડેલ્ટા પ્લસ સ્ટેટની શ્રેણીમાં આવે છે. આ ત્રણ રાજ્યોથી ઝારખંડ આવતા દરેક યાત્રીઓની કોરોના તપાસ કરવામાં આવશે. આ માટે રેલવે ડીઆરએમને ટૂંક સમયમાં પત્ર મોકલશે. ત્રણ રાજ્યોથી આવનારી ટ્રેનોના યાત્રીઓ પાસે માહિતી માગવામાં આવશે. ત્રણે રાજ્યોમાંથી આવનારી ટ્રેનોના ઝારખંડનાં જે સ્ટેશનો પર થોભશે, ત્યાં ઊતરતા યાત્રીઓની તપાસ કરવામાં આવશે.

ડેલ્ટા વેરિયેન્ટનો અન્ય દેશોમાં પ્રભાવ પહેલાં જોવામાં આવ્યો છે, જેથી અંદાજ છે કે ત્રીજી લહેર ડેલ્ટ પ્લસ વેરિયેન્ટને લીધે આવી શકે છે, એમ રિમ્સના પલ્મોનરોલોજી વિભાગના વડા અને કોરોના નોડલ અધિકારી ડો. બ્રજેશ મિશ્રાએ કહ્યું હતું.