નવી દિલ્હીઃ પેસેન્જર ભાડાં વધારવામાં આવે એવી શક્યતા છે એવો દાવો કરતા અમુક અખબારી અહેવાલો વાંચવામાં આવ્યા છે, પણ ભારતીય રેલવેએ આ અહેવાલો પાયાવિહોણા છે એમ કહીને એને ફગાવી દીધા છે.
રેલવે વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે કે પ્રવાસી ભાડાં વધારવામાં આવશે એવા અહેવાલોમાં કોઈ આધાર કે તથ્ય નથી. ભાડાં વધારવા વિશેનો કોઈ પ્રસ્તાવ હાલ વિચારણા હેઠળ નથી. પ્રચારમાધ્યમોએ એવા સમર્થનવિહોણા અહેવાલો છાપવા ન જોઈએ એવી વહીવટીતંત્રએ તેમને વિનંતી પણ કરી છે.
