જયપુરઃ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પાર્ટીના મહા સચિવ રણદીપ સૂરજેવાલા પર જે આરોપ લગાવ્યા છે, એ કોઈ વિરોધ પાર્ટીના નેતા જ લગાવી શકે છે. આટલું જ નહીં, આચાર્યએ પાંચ રાજ્યોની ચૂંટણી ટાણે જ પાર્ટીને રામવિરોધી અને હિન્દુવિરોધી બતાવીને પાર્ટી માટે સંકટ ઊભું કરવાનું કામ કર્યું છે. જેથી તેમની સામે પાર્ટી પગલાં ભરે એવી માગ પક્ષમાંથી ઊઠવા લાગી છે.
પ્રિયંકા ગાંધી વાડરાના વિશ્વાસુ આચાર્ય કૃષ્ણમે કંઈ પહેલી વાર પાર્ટીને નિશાને લઈ રહ્યા છે. આ પહેલાં પણ તેમણે કેટલીય વાર પાર્ટીની નીતિઓની ખૂલીને ટીકા કરી હતી. એ જ કારણે તેમના પર વર્ષોથી ભાજપમાં જવાના આરોપ લાગતા રહ્યા છે. હજી પણ આચાર્યને પાર્ટીમાંથી બહારનો રસ્તો નહીં બતાવાય કે ના કારણ બતાવો નોટિસ જ જારી થશે તો સવાલ ઊભા થશે. સવાલ એ પણ ઊભા થયા છે કે આચાર્યમાં એવું શું છે કે પાર્ટી તેમની સામે કોઈ પગલાં નથી લેતી?
कांग्रेस के “भाग्य”
की विडंबना यही है कि एक ऐसे “लफ़ंडर”
को पार्टी का महासचिव बना रखा है जिसने राज्य सभा के चुनाव में “विधायक” रहते हुए भाजपा के उम्मीदवार और Zee न्यूज़ के मालिक सुभाष चंद्रा को जितवाने का “पाप” सिर्फ़ एक “अश्लील”
CD के “प्रसारण” को रुकवाने के लिये किया. https://t.co/uwgdDOQ9RZ— Acharya Pramod (@AcharyaPramodk) November 12, 2023
આચાર્યે એવું શું કહ્યું?
કોંગ્રેસ નેચા આચાર્ય પ્રમોદ કૃષ્ણમના નિવેદન પર ઘમસાણ મચ્યું છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના કેટલાક મોટા નેતાઓ એવા છે જેમને હિન્દુ શબ્દથી જ નફરત છે. કેટલાક કોંગ્રેસી એવા નેતા છે, જેમને રામ મંદિરથી જ નહીં, બલકે ભગવાન રામથી નફરત છે. આચાર્ય ટ્વીટ કરતાં લખ્યું હતું કે કોંગ્રેસના ભાગ્યની વિટંબણા છે કે આવા લફંડરને પાર્ટીએ મહા સચિવ બનાવી રાખ્યા છે. આ નેતાએ ઝીના માલિક સુભાષ ચંદ્રાને જિતાડવાનું પાપ કર્યું છે.