ચોરીઃ રૂ. 21 લાખના ટામેટાં રસ્તા પરથી ગાયબ

જયપુરઃ હાલના દિવસોમાં ટામેટાં કીમતી જણસ બની ગયાં છે, કેમ કે એની કિંમતો આકાશને આંબી રહી છે. કિંમતો વધવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ થઈ રહી છે, જ્યારે વેપારીઓ તગડી કમાણી કરી રહ્યા છે. ટાંમેટાંની કિંમતો વધવાથી એની ચોરીના અહેવાલ આવી રહ્યા છે. સમાચાર છે કે ટામેટાં ભરેલો ટ્રક રસ્તા વચ્ચેથી ગાયબ થઈ ગયો છે અને આશંકા છે કે આ ટામેટાંની ચોરી થઈ રહી છે.

કર્ણાટકના કોલારથી રાજસ્થાનના જયપુર જઈ રહેલો રૂ. 21 લાખના ટામેટાંથી ભરેલો ટ્રક લાપતા થઈ ગયો છે. કોલાના મહત ટ્રાન્સોપોર્ટનો એક ટ્રક 27 જુલાઈએ નીકળ્યો હતો, પણ હજી સુધી જયપુર નથી પહોંચ્યો.

પ્રાપ્ત માહિતી મુજબ કોલારમાં મંડીમાલિકે ટ્રક અને ટામેટાં ગાયબ થવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બે વેપારીઓએ 27 જુલાઈએ કોલા APMC યાર્ડથી રાજસ્થાનના જયપુર સુધી ટામેટાં લઈ જવા માટે ટ્રક બુક કરવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યાનુસાર ટ્રકના માલિક વાહન અને એના માલિક ગાયબ થયા પછી ડ્રાઇવરથી સંપર્ક કરવામાં અસમર્થ છે. પોલીસે કહ્યું હતું કે ટ્રક ચાલક અને ક્લીનર પર વાહન અને ટામેટાં- બંને ચોરવાની આશંકા છે.

આ પહેલાં પણ જુલાઈમાં કર્ણાટકના હસન જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ એક ખેતરમાં રૂ. 1.5 લાખના ટામેટાં ચોર્યા હતા અને ભાગી ગયા હતા.