નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,752 નવા કેસ સામે આવ્યા છે અને 482 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,42,417 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 20,642 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,56,830 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,64,944એ પહોંચી છે. રિકવરી રેટ 61.53 ટકાએ પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ 8.66 ટકાએ છે, એટલે કે જેટલાં સેમ્પલોનાં ટેસ્ટિંગ થઈ રહ્યાં છે, એમાં 8.66 ટકા સેમ્પલ પોઝિટિવ આવી રહ્યાં છે.
પાછલા 24 કલાકમાં 2,62,679ના કોરોના ટેસ્ટ
દેશમાં સાત જુલાઈએ અત્યાર સુધીના સૌથી મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. પાછલા 24 કલાકમાં 2,62,679 સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 1,04,73,771 લોકોના કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે.
હવાથી કોરોના સંક્રમણ ખેલાતો હોવાની વાતનો 239 વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગઈ કાલે હવાથી કોરોના સંક્રમણ ફેલાતો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. WHOએ વિશ્વભરના 239થી વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાઇરસના હવાથી ફેલાવાના પુરાવાનો સ્વીકાર કર્યો છે.
વિશ્વમાં કોરોનાથી 1.19 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,46,601 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,19,49,280એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.