આ યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને આપશે છ મહિનાની મેટરનિટી લીવ

તિરુવનંતપુરમઃ કેરળ યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીઓ માટે મોટી ઘોષણા કરી છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલી પ્રેગન્નેટ વિદ્યાર્થીઓ માટે છ મહિનાની મેટરનિટી લીવ આપવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીમાં શિક્ષણ લઈ રહેલી 18 વર્ષથી વધુની વિદ્યાર્થિનીઓ છ મહિના સુધી માતૃત્વ એટલે કે મેટરનિટી લીવ  લઈ શકે છે. આ માટે કેરળ યુનિવર્સિટીએ છ માર્ચે આદેશ જારી કર્યો છે.

યુનિવર્સિટીના નેટિફિકેશન મુજબ જે પણ વિદ્યાર્થિનીઓ મેટરનિટી લીવ લેશે તે છ મહિના પછી એડમિશન કરાવ્યા વિના ક્લાસ પરથી ચાલુ કરી શકે છે. મેટરનિટી લીવ પછી વિદ્યાર્થી કોર્સનો સમયગાળાને વધારી દેવામાં આવશે. જેથી તેમનું શિક્ષણ પ્રભાવિત ના થાય.યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે કેડિડેન્ટનો મેડિકલ રેકોર્ડને તપાસવાની અને યુનિવર્સિટીની મંજૂરી વગર કોલેજમાં ફરીથી કલાસ ભરવાની મંજૂરીની જવાબદારી કોલેજના પ્રિન્સિપાલની હશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થિની ડિલિવરી પહેલા અથવા પછી છ મહિનાની મેટરનિટી લીવ લઈ શકે છે. એ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે મેટરનિટી લીવની સુવિધા અભ્યાસક્રમના સમયગાળામાં માત્ર એક વાર આપવામાં આવશે.

આ પહેલાં કેરળના શિક્ષણ વિભાગે જાન્યુઆરીમાં બધી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં માસિક ધાર્મિકની રજા આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. એ સાથે યુવતીઓના પિરિયડ્સને જોતાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ફરજિયાત 75 ટકા હાજરીના મુકાબલે વિદ્યાર્થિનીઓ હવે 73 ટકા હાજરી સાથે સેમિસ્ટરની એક્ઝામમાં બેસી શકે છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]