તાજ ભારતની સમૃધ્ધ સંસ્કૃતિનું પ્રતીકઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ ભારત પ્રવાસે આવેલા ટ્રમ્પ દંપતીએ આગ્રામાં તાજ મહેલની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમની પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનેર પણ સાથે હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે  અને રાજ્યપાલ આનંદીબહેન પટેલે આગ્રાના એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.

ટ્રમ્પે તાજ મહેલમાં જે સમય વિતાવ્યો તેની એક ઝલક…

  • ટ્રમ્પે પત્ની મેલેનિયા સાથે તાજમહેલના કેમ્પસમાં અંદાજે દોઢ કિમી સુધી વોક કર્યું
  • ટ્રમ્પ દંપતીએ તાજ મહેલમાં ફોટો સેશન કરાવ્યું હતું.
  • તેમણે વિઝિટર બુકમાં એક સંદેશ લખ્યો હતો.
  • ટ્રમ્પે લખ્યું- આ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે
  • ટૂરિસ્ટ ગાઈડે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી તાજમહેલ સાથે જોડાયેલા કિસ્સાની માહિતી આપી હતી
  • ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ સહયોગીને પોતાનો મોબાઈલ આપીને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા.
  • અમેરિકી રાષ્ટ્રપતિએ તાજ મહેલની વિઝિટર બુકમાં નીચે મુજબનો સંદેશ લખ્યો હતો.

ટ્રમ્પની યાત્રાને ખાસ બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં 21 જગ્યાઓ પર 3000 કલાકારોએ ભારતીય કલા અને સંસ્કૃતિનો તેમને પરિચય કરાવ્યો હતો. ટ્રમ્પના પ્રવાસના પગલે સોમવારે 12 કલાકે તાજમહાલ સામાન્ય પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે, જે હવે મંગળવારે સવારે ખૂલશે. આગ્રા મુલાકાત પછી ટ્રમ્પ પરિવાર દિલ્હી જવા રવાના થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી પહોંચી ગયા છે અને ત્યાં તેમનું રાત્રિ રોકાણ છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]