ડીઝલ નહીં, ગાયના છાણથી ચાલશે ટ્રેક્ટર

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો લોકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જેને લીદે બજારમાં ઇલેક્ટ્રિક વેહિકલની માગ વધી ગઈ છે. જેથી ઇલેક્ટ્રિક વેહિકલ પછી બજારમાં ગાયના છાણથી ચાલતા ટ્રેક્ટર પણ આવી ગયા છે. હા, તમે વાંચીને આશ્ચર્યમાં પડી ગયાને, પણ હવે ખેડૂતો ગાયના છાણને ફેંકવાને બદલે એનો ઉપયોગ ટ્રેક્ટર ચલાવવામાં પણ કરી શકે છે. બ્રિટિશ કંપની બેનામને એક એવું ટ્રેક્ટર બનાવ્યું છે, જે ગાયના છાણથી ચાલે છે.

એ ટ્રેક્ટરને ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની જરૂર નથી, બલકે ગાયના છાણની જરૂર પડે છે. ટ્રેક્ટર ઠીક ડીઝલથી ચાલનારા ટ્રેક્ટરની જેમ કામ કરે છે. ગાયના છાણમાં ફ્યુજિટિવ મિથેન ગેસ હોય છે, જેનો ઉપયોગ બાયો મિથેન બનાવવા માટે કરવામાં આવે છે. આવામાં મિથેન ગેસનો ઉપયોગ કરીને ટ્રેક્ટર ચલાવી શકાશે. આ ટ્રેક્ટરની કિંમત અન્ય ટ્રેક્ટરની તુલનામાં ઘણી ઓછી છે.

આ ટ્રેક્ટરની સૌથી ખાસ વાત એ છે કે ડીઝલવાળા ટ્રેક્ટરથી બિલકુલ ઓછું ના આંકી શકાય આ ટ્રેક્ટરને. બાયોમિથેનથી બનેલું આ ટ્રેક્ટર ક્લાયમેટ ચેન્જથી લડવા માટે ઘણું મદદગાર છે. એ ટ્રેક્ટરને અન્ય કાર્યો માટે પણ પ્રયોગમાં પણ લાવી શકાય છે. બેનામનના સહસંસ્થાપક ક્રિસમાનનું કહેવું છે કે એ તરલ મિથેનથી ચાલનારું પહેલું ટ્રેક્ટર છે. કૃષિ ઉદ્યોગનું ડીકાર્બોનાઇઝ કરવાવાળું એ પહેલું ટ્રેક્ટર હશે. આ સિવાય તમે એને ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે પણ કરી શકો છે.

એને ચલાવવા માટે સૌથી પહેલાં ગાયનું છાણ એકત્ર કરને બાયોમિથેન બનાવવામાં આવે છે, એ પછી એના માટે ટ્રેક્ટરમાં ક્રાયોજેનિક ટેન્ક પણ લગાવવામાં આવે છે, જેમાં ગાયના છાણથી મિથેનનો ઉપયોગ કરવામાં આવે છે. એ ટેન્ક આશરે 162 ડિગ્રી તાપમાનમાં બાયો મિથેનને લિક્વિડફાય કરે છે, જે એને ચલાવવા માટે ડીઝલથી પણ વધુ તાકાત આપે છે. એ ટ્રેક્ટર ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં ઓછુ પ્રદૂષણ ઉત્સર્જિત કરે છે. વળી, એને ચલાવવામાં ડીઝલની તુલનાએ ઓછો ખર્ચ થાય છે.