નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું કે મદરેસા એક્ટ બંધારણનું ઉલ્લંઘન નથી. UP મદરેસા એક્ટ બંધારણની રીતે યોગ્ય છે. કોર્ટે કેટલીક જોગવાઈઓને છોડીને ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ એક્ટ 2004ની બંધારણીય કાયદેસરતાને યથાવત્ રાખી છે.
અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે 22 માર્ચે UP મદરેસા બોર્ડ એક્ટને ગેરબંધારણીય જણાવ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીઓના એડમિશનોને સામાન્ય સ્કૂલોમાં કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે મદરેસા એક્ટની માન્યતા યથાવત રાખી છે. આ સાથે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણયથી 17 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપવી તે યોગ્ય નથી. દેશમાં ધાર્મિક શિક્ષણ ક્યારેય અભિશાપ રહ્યું નથી. બિનસાંપ્રદાયિકતા એટલે જીવો અને જીવવા દો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 22 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મદરેસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરી અને અન્યોએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે વિવિધ ધર્મના બાળકો સાથે ભેદભાવ કરી શકાય નહીં
આ પછી 2020માં રૈજુલ મુસ્તફાએ બે અરજી કરી હતી. અંશુમાન સિંહ રાઠોડે 2023માં અરજી કરી હતી. બધી અરજીઓમાં બાબતો સમાન હતી. તેથી હાઈકોર્ટે તમામ અરજીઓને મર્જ કરી હતી.
શું છે યુપી મદરસા બોર્ડ કાયદો?
યુપી મદરસા બોર્ડ એજ્યુકેશન એક્ટ 2004 એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કાયદો હતો. જે રાજ્યમાં મદરેસાઓની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે બનાવવામાં આવી હતી. આ કાયદા હેઠળ જો મદરેસાઓ લઘુતમ ધોરણોને પૂર્ણ કરશે તો બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત થશે.