નવી દિલ્હીઃ દેશના શહેરી સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીની એક ટોચની પ્રચારક સંસ્થા નેફકબ (NAFCUB) બહુ સક્રિય રૂપે તેની ભૂમિકા ભજવી રહી છે. નેફકેબ સહયોગ મંત્રાલય અને રિઝર્વ બેન્ક –બને સાથે સક્રિય રીતે જોડાયેલી સંસ્થા છે. સંસ્થા શહેરી સહકારી બેન્કોની લાંબા સમયથી ચાલી આવતી માગોનો નિવેડો લાવવા માટે દિલ્હીમાં આજે સાંજે એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કરશે.
નેફકબ ટીમના અધ્યક્ષ જ્યોતીન્દ્ર મહેતાના નેતૃત્વમાં રાજ્ય સહકારી બેન્કો (અનુસૂચિત અને બિન અનુસૂચિત બેન્કો)નું પ્રતિનિધિત્વ કરતા 150થી વધુ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. દેશની ત્રણ સૌથી મોટી શહેરી સહકારી બેન્ક એટલે કે સારસ્વત સહકારી બેન્ક, કોસમોસ સહકારી અને એસવીસી સહકારી બેન્કના પ્રતિનિધિઓએ ભાગીદારીની પુષ્ટિ કરી હતી.
સંસ્થા દ્વારા વિજ્ઞાન ભવનમાં શહેરી સહકારી બેન્કોના પ્રતિનિધિઓ માટેના આયોજિત આ પ્રકારના કાર્યક્રમમાં શાહ સામે UCB સંબંધિત કેટલાય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિય કરવામાં આવ્યું હતું. બીજા આશરે 16 મહિનાના સમયગાળામાં શાહના નેતૃત્વમાં ક્ષેત્રના કેટલાય લાંબા સમયથી ચાલી આવતા મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.
આ સિવાય UCBથી જોડાયેલા કેટલાય અન્ય મુદ્દાઓ જેવા કે UCBની શાખાઓ શરૂ કરવી, બાકી દેવાં માટે માટે OTSની જોગવાઈ, ડોર-સ્ટેપ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવી, વ્યક્તિગત હોમ લોન સમયમર્યાદાને વધારવી અને ગોલ્ડ લોનની સમયમર્યાદા સહિત અન્ય મુદ્દાઓનું ગૃહપ્રધાન સાથેની બેઠકમાં સમાધાન કરવામાં આવ્યું હતું.
આ સિવાય સહકારી ક્ષેત્રે વિવિધ મુદ્દાઓનું સમાધાન કરવા માટે સહકારિતા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને સહકાર મંત્રી સાથે નિયમિત આધારે વિચારવિમર્શ કરવામાં આવ્યો છે.
નેશનલ ફેેડરેશન ઓફ અર્બન કો.ઓપ.બેન્ક એન્ડ ક્રેડિટ સોસાયટી (નેફકબ)એ દેશની 1650 બેન્કો અને 6000 જેટલી ક્રેડિટ સોસાયટીઓનું એક સહકારી (કો.ઓપ.) સંગઠન છે