નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 56,342 થયા છે અને અત્યાર સુધીમાં 1886 લોકોનાં મોત થયાં છે. દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 3390 કેસ સામે આવ્યા છે અને 103 લોકોનાં મોત થયાં છે. હાલ 37,916 લોકોની સારવાર હેઠળ છે, જ્યારે આ બીમારીમાંથી 16,539 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ જોઈએ તો એ 29.35 ટકા થયો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી, ગુજરાતમાં સ્થિતિ ગણ ગંભીર છે. મહારાષ્ટ્રમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 17,000ને પાર થઈ છે અને 1216 કેસ નવા આવ્યા છે, જ્યારે રાજ્યમાં 7000થી વધુ કેસ સામે આવ્યા છે અને 400થી વધુ લોકોનાં મોત થયાં છે.
દિલ્હીમાં 24 કલાકમાં 448 નવા કેસ
નવી દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાઇસના કેસ વધીને 5980 થયા છે અને 66 લોકોનાં મોત થયાં છે. દિલ્હીમાં અત્યાર સુધી 1931 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 32.29 થયો છે.
વિશ્વમાં કોરોના વાઇરરસ સંક્રમિતોની સંખ્યા 38 લાખને પાર
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 38 લાખને પાર થઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધીમાં 2,67,469નાં મોત થયાં છે. આ સાથે અમેરિકામાં પાછલા 24 કલાકમાં 2500 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 38,15,561 કેસ નોંધાયા છે. અમેરિકામાં અત્યાર સુધી આ વાઇરસથી 75,543 લોકોનાં મોત થયાં છે.
દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા આ મુજબ છે.