કોરોનાના કેસોની સંખ્યા 80 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 80 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 49,881 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 517 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 80,40,203 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,20,527 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 73,15,527 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56,480 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,03,687એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.99 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.49 ટકા થયો છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી નવેમ્બર સુધી લોકડાઉન
કોરોના વાઇરસને કારણે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉન  અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવેલા નવા નિર્ણય પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી નવેમ્બર સુધી લોકડાઉનનું સખતાઈથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની અંદર અને બહાર ટ્રાન્સપોર્ટેશન  પર કોઈ જ પ્રતિબંધ નહીં રહે. એ સાથે જ સમાન કે વ્યક્તિએ મુસાફરી કરવા માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર નથી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.