બળાત્કારને મામલે યુવતીએ ફેરવી તોળવતાં હાઇકોર્ટ લાલઘૂમ

 લખનઉઃ બળાત્કારને મામલે અલાહાબાદ હાઇકોર્ટના તેવર એ સમયે તીખા થઈ ગયા, જ્યારે એને માલૂમ પડ્યું કે જે યુવતીએ આરોપ લગાવ્યો હતો, તેણે હવે પીછેહઠ થઈ ગઈ છે. તેણે તેના આરોપો મામલે ફેરવી તોળવ્યું હતું. જેથી હાઇકોર્ટ લાલઘૂમ થઈ ગઈ હતી હાઇકોર્ટે યોગી સરકારને આદેશ કર્યો હતો કે યુવતીને વળતર તરીકે જે રકમ આપવામાં આવી હતી, તે તત્કાળ પ્રભાવથી પરત લો. કોર્ટનું કહેવું હતું કે આ કાનૂનની મજાક છે. જનતાના પૈસા આમ જ બરબાદ ના કરવામાં આવે.

 અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ બૃજરાજ સિંહ રેપના મામલાના આરોપીના જામીનની અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટને જ્યારે માલૂમ પડ્યું કે યુવતી તેના નિવેદનથી પીછેહઠ કરી રહી છે તો જજે કહ્યું હતું કે આવા મામલામાં આરોપીને જામીન પર છોડવો એ યોગ્ય છે જેથી હાઇકોર્ટે તેને જામીન પર છોડવા આદેશ કર્યો હતો. કોર્ટનું કહેવું હતું કે રેપ જેવા મામલાઓમાં આરોપ લગાવીને પીછેહઠ કરવી એ કાયદાની મજાક સમાન છે.આ મામલામાં ઉન્નાવ પોલીસની કરાયેલી ફરિયાદમાં એક સગીર યુવતીના ભાઈને આરોપી પર રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે ફરિયાદની તપાસ કર્યા પછી પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં મામલાની સુનાવણી શરૂ કરી હતી.

આશ્ચર્યની વાત ત્યારે જોવા મળી, જ્યારે જે ભાઈએ રેપના કેસની ફરિયાદ દાખલ કરી હતી, તે મેજિસ્ટ્રેટની સામે જઈને પોતાના નિવેદનથી ફરી ગયો હતો. આ યુવતીને કોર્ટમાં સાક્ષી માટે બોલાવવામાં આવી, ત્યારે તેણે આરોપીને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. તેનું કહેવું હતું કે તે તેની સાથે થયેલા બળાત્કારને સમયે આરોપીનો ચહેરો જોઈ નહોતી શકી.