શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં મોસમનો પહેલો સ્નોફોલ (બરફ-વર્ષા) થતાં પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં જુસ્સો આવ્યો છે. કાશ્મીરની ખીણના પ્રસિદ્ધ સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, અહરબલ સ્નોની સફેદ ચાદરથી ઢંકાઈ ગયાં છે. પ્રવાસન સ્થળોથી જોડાયેલા લોકોને આશા છે કે સ્નો-ફોલથી અહીં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં પણ સ્નો-ફોલ થઈ રહ્યો છે અને પ્રવાસીઓ સ્નો-ફોલની મજા માણતા દેખાતા હતા.
હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે રાત્રે શરૂ થયેલા સ્નો-ફોલે સવાર સુધી ગુલમર્ગની ખીણમાં સફેદ ચાદર પથરાઈ હતી. હાલમાં પણ ત્યાં સ્નો-ફોલ થઈ રહ્યો છે. દેશ-વિદેશથી આવેલા પર્યટક આ સ્નો-ફોલની મજા માણી રહ્યા છે. પર્યટકોની સંખ્યામાં સારોએવો વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિ સામાન્ય રહેશે તો સારું છે, કેમ કે કોરોના રોગચાળામાં મંદીનો સામનો કર્યો છે.
Morning Visuals of #Snowfall from #Sonamarg ☃️🏔️☃️🏔️
Vc- Mohd Zahid#J&K #Kashmir #Ganderbal #Leh #Ladakh #Gulmarg pic.twitter.com/2YbtIJGqZ3
— Live Weather Of India (@LiveWxIndia) October 23, 2021
મુંબઈથી આવેલા સંજયભાઈ જણાવ્યું હતું કે તેમને માલૂમ નહોતું કે ગુલમર્ગ સ્નો-ફોલ પછી સ્વર્ગ જેવું દેખાય છે. તેમણે સૌપ્રથમ વાર આવો સ્નો-ફોલ જોયો હતો. તેઓ કાશ્મીર ઘણી આવ્યા છે, પણ આવો સ્નો ફોલ તેમણે ક્યારેય જોયો નહોતો. આ સ્નો-ફોલ જોઈને તેમનાં બાળકો બહુ ખુશ છે.
કાશ્મીરમાં સ્નો-ફોલ તો જમ્મુમાં વરસાદ વરસી રહ્યો છે. વળી, ભૂસ્ખલન થવાને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર હાલની સ્થિતિમાં બુધવાર અને ગુરવાર સુધી જારી રહેશે. ગુલમર્ગમાં સ્નો-ફોલથી વિન્ટર સ્પોર્ટ્સની સંભાવનાઓ વધારી દીધી છે.