નવી દિલ્હીઃ દેશમાં કોરોના અને ફ્લુના સતત વધતા કેસોને લઈને કેન્દ્ર સરકાર ઘણી ગંભીર છે. જેથી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે. એડવાઇઝરીમાં લોકોની ભીડભાડ અને બંધ સ્થળોમાં માસ્ક પહેરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કોરોનાથી વધુ પ્રસરાવતો અટકાવવા માટે 10 અને 11 એપ્રિલે રાષ્ટ્રીય સ્તરે મોક ડ્રિલનું પણ આયોજન કરશે. જેના માટે કેન્દ્ર સરકારે આરોગ્ય મંત્રાલયે રાજ્યોની સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક પણ બોલાવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના અને ફ્લુના કેસોને લઈને જારી એડવાઇઝરીમાં સામાન્ય લોકોને સલાહ આપવામાં આવી છે. સરકારે ભીડવાળા અને બંધ સ્થળોએ માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ કહ્યું હતું કે છીંક આવતાં કે ખાંસી ખાતા સમયે નાક અને મોંને ઢાંકવા માટે રૂમાલ અને ટિશ્યુનો ઉપયોગ કરો અને હાથને વારંવાર સ્વચ્છ રાખવા. લોકોને હાથોને વારંવાર હાથ ધોવાવાની સલાહ આપવામાં આવી છે.આ એડવાઇઝરીમાં લોકોને જાહેર સ્થળો પર નહીં થૂંકવા અને લોકોને તપાસ કરવા અને લક્ષણોની જલદી માહિતી આપવા કહેવામાં આવ્યું હતું. જ્યારે શ્વાસ બીમારીઓથી પીડિત થવા પર વ્યક્તિગત સંપર્કને સીમિત કરવાની સલાહ પણ આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસને લઈને 10-11 એપ્રિલે રાષ્ટ્રીય સ્તરે મોક ડ્રિલનું આયોજન કરશે. મોક ડ્રિલમાં ICU બેડ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, ઓક્સિજન અને મેનપાવરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે રાજ્યોની સાથે 27 માર્ચે સાંજે 4.30 કલાકે વિડિયો કોન્ફન્સિંગ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મોક ડ્રિલથી સંબંધિત બધી માહિતી શેર કરવામાં આવશે.