આર્યન ખાન સહિત આઠ આરોપીઓની જામીન અરજી નકારાઈ

મુંબઈઃ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અન્ય બે આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. જેથી આર્યન અને અન્ય આરોપીઓને આર્થર રોડ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં બધા આરોપીઓનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કોર્ટને વિનંતી કરી હતી કે આરોપીઓને મુંબઈમાં તપાસ એજન્સીની ઓફિસમાં રાખવામાં આવે, કેમ કે જેલ કોરોનાના ટેસ્ટ રિપોર્ટ વગર કેદીઓનો સ્વીકાર નહીં કરે.

મુંબઈ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આર્યન ખાન અને સાત અન્યોની જામીન અરજીનો સંયોગથી માતા ગૌરી ખાનના જન્મદિવસે આવી છે. મેજિસ્ટ્રેટ કોર્ટ બપોરે આશરે 12.30 કલાકે અરજી કરે એવી શક્યતા છે.

કોર્ટે કહ્યું હતું આર્યન ખાન સહિત ત્રણે આરોપીઓની જામીન અરજી સુનાવણી માટે લાયક નથી અને આર્યનના વકીલે જામીન માટે સેશન કોર્ટમાં જવું જોઈએ. આ મામલે સુનાવણી દરમ્યાન વકીલ સતીશ માનશિંદેએ કોર્ટને કહ્યું હતું કે જો કોર્ટ પાસે રિમાન્ડ આપવાનો અધિકાર છે તો જામીન આપવાનો અધિકાર કોર્ટ પાસે છે. 

બીજી બાજુ, NCB દ્વારા ASG અનિલ સિંહે કહ્યું હતું કે આ એક એવો કેસ છે, જેમાં 17 લોકોની સંડોવણી છે. તેના કનેક્શન, સંડોવણીની તપાસ પ્રારંભિક તબક્કામાં છે. જામીન આપવાથી સાક્ષીઓની સાથે હસ્તક્ષેપ થશે. આ કેસ મુંબઈમાં એક ક્રૂઝ જહાજ પર પ્રતિબંધિત ડ્રગ્સની જપ્તી સંબંધિત છે.