હિન્દુ-મુસલમાનોના પૂર્વજ એક જ હતાઃ RSS પ્રમુખ

પુણેઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હિન્દુઓ અને મુસલમાનોની પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે. સમજદાર મુસ્લિમ નેતાઓને કટ્ટરપંથીઓ વિરુદ્ધ દ્રઢતાથી ઊભું રહેવું જોઈએ. દેશમાં અલ્પસંખ્યક સમુદાયે કોઈ પણ બાબતથી ડરવાની જરૂર નથી, કેમ હિન્દુ કોઈથી દુશ્મની નથી રાખતા.

હિન્દુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિના બરાબર છે. આપણે મુસ્લિમો વિશે નહીં, પણ ભારતીય વર્ચસ વિશે વિચારવાનું છે. ભારતના સર્વાંગીણ વિકાસ માટે બધાએ મળીને કામ કરવું જોઈએ. ઇસ્લામ આક્રાંતાઓની સાથે ભારત આવ્યો હતો. એ ઇડિહાસ છે અને એને એ રૂપે જ બતાવવો જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ. જેથી સમાજને ઓછું નુકસાન થશે, એમ તેમણે કહ્યું હતું.

ભારત મહાશક્તિ કોઈને ડરાવશે નહીં. ‘રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર સર્વોચ્ચ’ સંગોષ્ઠિમાં તેમણે કહ્યું હતું કે હિન્દુ શબ્દ અમારી માતૃભૂમિ અને સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો પર્યાયવાચી છે તથા આ સંદર્ભે અમારા માટે દરેક ભારતીય હિન્દુ છે. હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વજ એક જ હતા. ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારોને સમાયોજિત કરે છે અને અન્ય ધર્મોનું સન્માન કરે છે.

આ સંગોષ્ઠિમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કાશ્મીર કેન્દ્રીય યુનિવર્સિટીના ચાન્સેલર લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈન પણ હાજર હતા. મુસ્લિમ બુદ્ધિજીવીઓએ ભારતીય મુસલમાનોને નિશાન બનાવવા માટે પાકિસ્તાનની કોશિશ નિષ્ફળ કરવી જોઈએ.