‘હિરોઇન ઓફ હાઇજેક’ નીરજાને અશોક ચક્ર એવોર્ડ એનાયત

ચંડીગઢઃ ભારતીય ઇતિહાસમાં નીરજ ભણોતનું નામ ભારતીયો ગર્વથી લે છે. તે આમ તો સામાન્ય યુવતીઓની જેમ હતી, પણ તેનો લડાયક મિજાજ અન્ય યુવતીઓની તુલનામાં ઘણો વધુ હતો, તે માત્ર 23 વર્ષની ઉંમરે હાઇજેક વિમાનમાંથી 350થી વધુ પેસેન્જરોના જીવને બચાવવા પોતાની જાતને કુરબાન કરી હતી. એ જ કારણે નીરજાને માત્ર ભારત, પાકિસ્તાન નહીં, પણ અમેરિકામાં પણ યાદ કરવામાં આવે છે. આજે નીરજા ભણોતની જયંતી છે. આવો જાણીએ નીરજા ભણોત કોણ હતી અને લોકો તેને કેમ યાદ કરે છે?

નીરજાનું જીવન પડકારજનક હતું, તેમ છતાં તેણે ક્યારેય હાર નહોતી માની. નીરજાનો જન્મ સાત સપ્ટેમ્બર, 1963એ ચંડીગઢમાં થયો હતો. નીરજાના 21 વર્ષે તો લગ્ન કરી દેવામાં આવ્યાં. લગ્ન પછી સાસરિયાં નીરજાને દહેજ માટે યાતનાઓ આપવા લાગ્યા. જેથી નીરજાએ બે મહિના પછી સાસરિયું છોડી મુંબઈ પરત આવી. અહીં તેણે મોડલિંગમાં કરિયર શરૂ કરી. એ દરમ્યાન પૈન એમ એરલાઇન્સમાં તેને એર હોસ્ટેસની જોબ મળી.

પાંચ સપ્ટેમ્બર, 1986એ નીરજાની ડ્યૂટી પૈન એમની ફ્લાઇટ 73માં લાગી હતી. એ ફ્લાઇટ મુંબઈથી કરાચી થઈને અમેરિકા જતી હતી. મુંબઈથી ઉડાન ભર્યા પછી એ વિમાન પાકિસ્તાનની કરાચીમાં ઊતરી. અહીં આતંકવાદીઓએ આ વિમાનને હાઇજેક કરી લીધું. વિમાન હાઇજેકના સમાચાર નીરજાએ પાઇલટને આપ્યા તો તેઓ વિમાન છોડીને જતા રહ્યા. પાક સરકારે આતંકવાદીઓની માગોને ફગાવી દીધી. એ દરમ્યાન આતંકવાદીઓએ નીરજાને યાત્રીઓ પાસેથી પાસપોર્ટ એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું, જેથી તેઓ ઓળખ કરી શકે કે વિમાનમાં અમેરિકી નાગરિકો કેટલા છે. જોકે એ દરમ્યાન નીરજાએ અમેરિકી નાગરિકોના પાસપોર્ટ છુપાવી લીધા.

એ પછી નીરજાએ વિમાનમાં અંધારાનો લાભ લઈને યાત્રીઓને ઇમર્જન્સી દ્વારથી નીચે મોકલી દીધા. એ દરમ્યાન એક બાળકી બચી ગઈ. જેથી આતંકવાદીઓએ નીરજા પર ફાયરિંગ કર્યું અને એમાં નીરજા શહીદ થઈ. એ પછી નીરજા વિશ્વમાં ‘હિરોઇન ઓફ હાઇજેક’ને નામે પ્રસિદ્ધ થઈ.

નીરજાને આ વીરતા માટે કેન્દ્ર સરકારે મરણોપરાંત ‘અશોક ચક્ર’થી સન્માનિત કરી છે. આ સાથે તે દેશની પહેલી મહિલા બની ગઈ છે, જેને વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’ એવોર્ડ સન્માનિત કરવામાં આવી હોય. પાકિસ્તાન સરકારે આ વીરતા માટે નીરજાને ‘તમગા-એ-ઇન્સાનિયત’થી સન્માનિત કરી હતી. અમેરિકાએ 2005માં ‘જસ્ટિસ ફોર ક્રાઇમ’ એવોર્ડ એનાયત કર્યો છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]