વોટ્સએપ નવેમ્બરથી 43 સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરશે

વોશિંગ્ટનઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ વિશ્વમાં કરોડો યુઝર્સ કરી રહ્યા છે. કંપની યુઝર્સનો અનુભવ સારો કરવા માટે નવી સુવિધાઓ માટે સતત એપમાં અપડેટ લાવતી રહે છે, ફેસબુકની માલિકીવાળા પ્લેટફોર્મે આઇફોન યુઝર્સને ચેટને એન્ડ્રોઇડ ફોન પર માઇગ્રેટ કરવાની મંજૂરી આપવા એક નવું ફીચર રજૂ કર્યું છે. આ ઉપરાંત સ્માર્ટફોનના 43 વિવિધ મોડલના વપરાશકર્તાઓ ટૂંક સમયમાં વોટ્સએપનો ઉપયોગ કરી નહીં શકે.

ફેસબુકની માલિકીની વોટ્સએપની FAQ સેક્શન હેઠળ પહેલી નવેમ્બરથી એન્ડ્રોઇડ OS 4.1, એપલના iOS 10 and કાઇOS 2.5.1માંથી જૂની સિસ્ટમ પર ચાલતા ફોન પર એ એપ કામ કરવાનું બંધ કરી દેશે. આ બધા મોબાઇલ ફોનને વોટ્સએપથી સપોર્ટ નહીં મળે અને એપની સાથે એ અસંગત થઈ જશે. જો આમાં તમારું ડિવાઇસ સામેલ છે તો તમારે ફોનને એક નવા મોડલમાં અપગ્રેડ કરવાનો રહેશે, જેમાં એક ઓપરેટિંગ સિસ્ટમ છે, જેને કંપનીનો ટેકો કરે છે અથવા અન્ય કોઈ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ યુઝર કરી શકે છે.

એક બ્લોગ પોસ્ટ અનુસાર કંપનીએ એક નવી સુવિધા પણ રજૂ કરી છે, જે વપરાશકર્તાને iOSથી સેમસંગ એન્ડ્રોઇડ ડિવાઇસ પર સ્વિચ કરતી વખતે ચેટ માઇગ્રેટ કરવાની મંજૂરી આપશે.

આ પહેલાં iOS ચેટની હિસ્ટરી iક્લાઉડમાં સ્ટોર કરવામાં આવશે, જ્યારે એન્ડ્રોઇડ હિસ્ટરી ગૂગલ ડ્રાઇવમાં જતી રહેશે, જેથી વિવિધ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતા મોબાઇલ ફોનની વચ્ચે ચેટ કરવી લગભગ અસંભવ થઈ જશે. નવી સુવિધામાં વોઇસ મેસેજ, ફોટો અને વિડિયો સામેલ છે, પણ કોલ હિસ્ટરી અથવા ડિસ્પ્લે નેમ નહીં હોય.