અયોધ્યાઃ શું તમે જાન્યુઆરીમાં શ્રીરામ મંદિરના દર્શન કરવાની યોજના બનાવી રહ્યા છો? તો તમે મંદિરથી પગપાળા અંતરે એક લક્ઝરી ટેન્ટમાં રહી શકો છો. જ્યાંથી અનુપમ દ્રશ્ય દેખાં દેશે. વાસ્તવમાં યુપી સરકાર પરિક્રમા માર્ગના કિનારે રામ જન્મભૂમિથી માત્ર 1.5 કિમી દૂર સરયૂ નદી પાસે 20 એકર જમીન પર લક્ઝરી ટેન્ટ બનાવી રહી છે. એમાં અલગ-અલગ પ્રકારના 300 લક્ઝરી ટેન્ટ હશે.
યોગી સરકારના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત જમીનથી પરિક્રમા માર્ગ સુધી સીધી પહોંચ છે અને એની આસપાસના વિસ્તારને એક અનુભવાત્મક કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવશે. પ્રસ્તાવિત જમીન રામ જન્મભૂમિ મંદિરનું એક શાનદાર દ્રષ્ય બતાવશે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધઅયક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે આવતા વર્ષે વડા પ્રધાન દ્વારા રામ મંદિરના ઉદઘાટન પછી દૈનિક ધોરણે આશરે 1.5 લાખ લોકો મંદિરમાં આવવાની અપેક્ષા છે. અયોધ્યામાં અત્યાર સુધી સીમિત સંખ્યામાં હોટેલ અને ટેન્ટ સિટીને આગંતુકો માટે એક વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. સરકાર ઇચ્છે છે કે એક જાહેર પ્રક્રિયાને આધારે પાંચ વર્ષ માટે ટેન્ટ સિટીનો વિકાસ, સંચાલન અને જાળવણી માટે ખાનગી પાર્ટીઓને આપવામાં આવે.
આ ટેન્ટ સિટીમાં રિસેપ્શન એરિયા, રેસ્ટોરાં, ભોજનાલય અને VIP લાઉન્જ બનાવવામાં આવે. આ ટેન્ટ વિવિધ શ્રેણીઓના હશે, જેમાં વિલા, ડિલક્સ, અને સુપર ડિક્સ ટેન્ટ સામેલ છે. આ ટેન્ટમાં આગંતુકોને અનોખો આરામદાયક કેમ્પિંગનો અનુભવ કરાવવામાં આવશે.