કેમ વાઇરલ થઇ 1 રૂપિયામાં ઇડલી વેચતા કમલાથલની વાત?

કોયંબતૂર: પેરૂર નજીક વદિવેલમ્પાલાયમ ગામની આ ઇડલીની ખ્યાતિ આસપાસ પણ ફેલાઇ છે. હવે અહીં તમને પ્રશ્ન થશે કે આ ઇડલીમાં એવી તો શું ખાસિયત છે. વાત એમ છે કે કમલાથલ દરેક ઇડલી માટે માત્ર એક રૂપિયો લે છે. હા, તમે ઠીક વાંચ્યું, એક રૂપિયોમાં ઈડલી.

કોયંબતૂરમાં એક 80 વર્ષી વૃધ્દ મહિલા ચૂલા પર ઈડલી બનાવી છે અને 1 રૂપિયા આ ઈડલી વેંચે છે. આ સ્ટોરીને બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર અને મદદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. તમિલનાડુના વદિવેલમ્પાલાયમ વિસ્તારમાં કમલાથલ નામની આ મહિલા દુકાન ચલાવે છે. આનંદ મહિન્દ્રાના ટ્વીટ પછી સરકારે કમલાથલને ગેસ કનેક્શન આપ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે, ‘કમલાથલની ભાવનાને સલામ અને આનંદ થયો કે, લોકલ ઓએમસી ઓફિસરોએ કમલાથલને એલપીજી કનેક્શન આપવામાં મદદ કરી’.

 

કમલાથલની સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહી છે. કમલાથલ પોતાની દુકાન પર ગ્રાહકોને સાંભાર અને ચટણીની સાથે એક રૂપિયામાં ઈડલી આપે છે. મીડિયા સાથે વાત કરતા કમલાથલએ કહ્યું કે, વદિવેલમ્પાલાયમમાં રહેતા મોટાભાગના લોકો દૈનિક વેતન મેળવતા કામદારો છે, આ લોકો નિમ્ન મધ્યમ વર્ગના છે, જેની આવક ઘણી ઓછી હોય છે. જેથી એમને 15થી 20 રૂપિયા ભોજન પાછળ ખર્ચવા ઘણા મોંઘા પડે છે. નફો મારી પ્રાથમિકતા નથી પરંતુ લોકોનું પેટ ભરવું છે. મને નફો તો થાય પણ માર્જીન ઓછો છે. મને આ કામ માટે પ્રેરણા મળે છે.

ટ્વિટર પર ઘણા સક્રિય રહેતા આનંદ મહિન્દ્રાએ મંગળવારે કમલનાથની સ્ટોરીને શેર કરી અને મદદ માટે પ્રસ્તાવ રાખ્યો. તે ઈચ્છતા હતા કે, ચૂલાની જગ્યાએ કમલાથલ ગેસ પર ઈડલી બનાવે. તેમનું આ ટ્વીટ વાયરલ થઈ ગયું અને 10 હજારથી વધુ લોકોએ રિ-ટ્વીટ્સ પણ કર્યાં.

આનંદ મહિન્દ્રાએ વીડિયો ટ્વીટ કરતા લખ્યુ કે, કેટલીક કહાણીઓ ખૂબ સામાન્ય હોય છે પરંતુ જો તમે પણ કમલાથલ જેવું પ્રભાવશાળી કામ કરતા હો તો ચોક્કસ તે દુનિયાને આશ્ચર્યમાં મૂકશે.  મેં જોયું છે કે, કમલાથલ આજે પણ એક લાકડાથી ચાલાતા ચૂલાનો ઉપયોગ કરે છે. જો કોઈ તેને ઓળખે છે તો હું તેમને એક એલપીજી ગેસ કનેક્શન આપવા માગુ છું અને કમલાથલના બિઝનેસમાં રોકાણ કરવામાં મને ખુશી થશે.

આનંદ મહિન્દ્રાએ 10 સપ્ટેમ્બરના રોજ LPG ગેસ કનેક્શવાળા ટ્વિટનો જવાબ આપતાં ભારત ગેસ કોયંબતૂરે લખ્યું કે, “અમને જણાવતા ખુશી થાય છે કે, અમે કમલાથલને LPG ગેસ કનેક્શન આપી દીધું છે.” ત્યારબાદ યૂઝર્સોએ ભારત ગેસના જોરદાર વખાણ કર્યા.  આનંદ મહિન્દ્રાએ પણ ભારત ગેસની વખાણ કરતા લખ્યું કે, ‘આ શાનદાર છે. કમલાથલની મદદ કરવા બદલ આભાર ભારત ગેસ કોયંબતૂર. મેં અગાઉ પણ કહ્યું હતું કે, મને આનંદ થશે કે, હું આગળ પણ એલપીજી ખર્ચ માટે તેમની મદદ કરુ. કમલાથલ માટે ચિંત વ્યક્ત કરવા માટે ધર્મેન્દ્ર પ્રધાનનો આભાર’

હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ આનંદ મહિન્દ્રાને ટેગ કરતા લખ્યું કે, કમલાથલ એચપી ગેસનો ઉપયોગ કરી રહી છે. અમારી તેમની સાથે મુલાકાત થઈ અમે તેમને બર્નર આપ્યું. હવે કમલાથલ મોટા પ્રમાણમાં ભોજન એક વખતમાં બનાવી શકે છે. આનાથી તેમના બિઝનેસમાં પણ ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, રિપોર્ટ પ્રમાણે, કમલનાથે લગભગ 30 વર્ષ પહેલા ઈડલી વેચવાનું શરૂ કર્યું હતું. તેઓ આ કામ નફો કમાવવા નહીં લોકોનું પેટ ભરવા માટે કરે છે. 80 વર્ષીય કમલાથાળ એક દિવસમાં 1000થી વધારે ઇડલી વેચે છે.