નવી દિલ્હીઃ ચૂંટણી કમિશનર સુશીલચંદ્રએ દેશના 24મા વડા ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો આજથી સંભાળી લીધો છે. તેઓ સુનીલ અરોરાના અનુગામી બન્યા છે, જે એમના પદ પરથી આજે, એક દિવસ વહેલા, નિવૃત્ત થયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુશીલચંદ્રને વડા ચૂંટણી કમિશનર પદ પર નિયુક્ત કર્યા છે. ચંદ્ર સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે. ચંદ્રને 2019ની 14 ફેબ્રુઆરીએ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સુશીલચંદ્રની મુદત 2022ની 14 મે સુધી રહેશે. એમની મુદત દરમિયાન પંજાબ, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય એવી ધારણા છે.