કૃષિ-કાયદાઓ, ખેડૂત-આંદોલન સામે કેસઃ આજે SCમાં સુનાવણી

નવી દિલ્હીઃ જેના વિરોધમાં મુખ્યત્વે હરિયાણા, પંજાબ તથા કેટલાક ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી પાટનગર દિલ્હીના સીમાંત વિસ્તારોમાં આંદોલન કરી રહ્યાં છે તે કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ નોંધાવવામાં આવેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવનાર છે.

નવા કૃષિ કાયદાઓને પડકારતી તેમ જ દિલ્હીના સરહદીય વિસ્તારોમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન સંબંધિત ઊભા થયેલા અમુક પ્રશ્નો ઉપર કેટલીક પીટિશનો નોંધાવવામાં આવી છે. એ તમામને ભેગી કરાવીને સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોના આગેવાનો વચ્ચે મંત્રણાના આઠ દોર નિષ્ફળ ગયા છે. ખેડૂતો કાયદા પાછા ખેંચી લેવામાં આવે એવી માગણી કરે છે જ્યારે સરકાર એ પાછા ખેંચવા તૈયાર નથી.