કોરોનાના 16,311 નવા કેસ, 161નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.04 કરોડને પાર પહોંચી છે. જ્યારે કે આ ખતરનાક બીમારીને 100,92,909  લોકો માત આપી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,311 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 161 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,04,66,595 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,51,160 લોકોનાં મોત થયાં છે.  પાછલા 24 કલાકમાં 16,959 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,22,526એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.40 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

બંગાળમાં લોકોને કોરોનાની રસી મફત

પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું છે કે રાજ્યમાં લોકોને કોરોનાની વેક્સિન મફતમાં આપવામાં આવશે. બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં મમતાનો આ નિર્ણય ખૂબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. વેક્સિન મફતમાં આપવાના નિર્ણયને લઈને મમતા બેનર્જીએ આદેશ પણ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે બંગાળની સાથોસાથ સમગ્ર દેશમાં હાલમાં વેક્સિનેશનને લઈ ડ્રાય રન હાથ ધરવામાં આવી રહ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.