નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC)ના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું ફેસબુક લાઇવ દરમ્યાન આપ્યું છે. તેમણે પાર્ટીને શુભકામનાનો સંદેશ આપતાં ‘ગુડ લક’ અને ‘ગુડ બાય’ પણ કહ્યું છે.
જાખડનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી નેતૃત્વ, અસ્તિત્વ અને આંતરિક કલહના મોરચે ઝઝૂમી રહી છે. પાર્ટીએ આ સંકટોમાંથી ઊભરવા માટે ઉદયપુરમાં ત્રિદિવસીય ચિંતન શિબિર યોજી છે. ચિંતન શિબિર કાર્યક્રમની વચ્ચે જાખડનું રાજીનામાએ કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે.
The congress should not loose #sunilkjakhar …. Is an asset worth his weight in gold …. Any differences can be resolved on the table
— Navjot Singh Sidhu (@sherryontopp) May 14, 2022
સુનીલ જાખડના રાજીનામાએ પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે કોંગ્રેસને સુનીલ જાખડને નહીં ગુમાવવા જોઈએ. કોઈ પણ પ્રકારના મતભેદો વાતચીતથી હલ કરી શકાય છે. વર્ષ 2017માં પંજાબમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી જાખડને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જાખડ લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે અને પંજાબ વિધાનસભામાં નેતાની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે.
જાખડે અંબિકા સોનીના ‘પંજાબમાં CM હિન્દુ હોવા જોઈએ’વાળા નિવેદન પર નિશાન સાધ્યું હતું. સોનીએ પંજાબમાં સરકાર અસ્થિર થઈ હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે પંજાબના CM કોઈ શીખ હોવા જોઈએ. આવું કહીને તેમણે જાખડના CM બનવાની સંભાવના પર વિરામ લગાવી દીધું હતું. જોકે જાખડે કહ્યું હતું કે અંબિકાના નિવેદને પંજાબના શીખો અને હિન્દુઓનું અપમાન કર્યું છે.