દિલ્હી-પોલીસે FIR નોંધી; ગ્રેટા: ‘ખેડૂતોની સાથે જ છું’

નવી દિલ્હીઃ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરનાર સ્વિડનનાં સગીર વયનાં મહિલા કાર્યકર્તા ગ્રેટ થનબર્ગ સામે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. આબોહવા અને પર્યાવરણ રક્ષણનાં 18 વર્ષીય કાર્યકર્તા ગ્રેટાનું ટ્વીટ ભડકાવનારું હતું એ બાબતને ધ્યાનમાં લઈને પોલીસે એમની સામે ફરિયાદ નોંધી છે.

આ સમાચાર મળ્યા બાદ ગ્રેટાએ ટ્વીટ કરીને ભારતમાં ખેડૂતોનાં શાંત આંદોલન માટે પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. એમણે કહ્યું છે કે હું હજી પણ ખેડૂતો સાથે છું અને એમનાં શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપું છું. કોઈ પ્રકારની ઘૃણા, ધમકી કે માનવાધિકારોના ઉલ્લંઘનથી ક્યારેય એમાં ફેરફાર નહીં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]