નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની CBI રિમાંડ બે દિવસો માટે વધારી દીધી છે. CBI કોર્ટે મનીષ સિસોદિયાને ત્રણ વધુ દિવસો માટે રિમાન્ડ પર આપવાની માગ કરી હતી. કોર્ટે દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ પછી મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં જામીનની અપીલ કરી હતી. હવે આ મામલે 10 માર્ચે બે કલાકે સુનાવણી થશે.
વિશેષ CBI કોર્ટ એમ. કે. નાગપાલની કોર્ટમાં મનીષ સિસોદિયા દ્વારા વરિષ્ઠ વકીલ દયનકૃષ્ણન અને સિદ્ધાર્થ અગ્રવાલ કોર્ટમાં હાજર થયા હતા. CBIએ મનીષ સિસોદિયા તરફથી ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. CBIએ કોર્ટને કહ્યું હતું કે સિસોદિયા તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.CBIએ કોર્ટને કહ્યું હતું કે સાક્ષીઓની સામે સિસોદિયાને બેસાડીને પૂછપરછ કરવાની છે. કેટલાક દિલ્હી સરકારના અધિકારીઓની સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે. કાવતરાની તપાસ કરવાની છે. કેટલાક ડિજિટલ પુરાવા છે. એ વિશે તપાસ કરવાની છે. જજે CBIથી કેસની ડાયરી માગી છે અને પૂછ્યું છે કે કેટલા કલાક પૂછપરછ કરી છે?
સિસોદિયાએ કોર્ટને કહ્યું હતું કે CBI માનસિક રૂપે તેમને હેરાન કરી રહી છે. બીજી બાજુ, સિસોદિયાની ધરપકડ પછી આપ દિલ્હીમાં ડોર ટુ ડોર કેમ્પેન કરશે.