છેલ્લા 4-વર્ષમાં 56% મોંઘું થયું ઘરેલુ LPG-સિલિન્ડર

મુંબઈઃ 14.2 કિલોગ્રામ વજનના રાંધણ ગેસ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં હાલમાં જ રૂ. 50નો વધારો કરવામાં આવ્યો છે. એને પગલે ઘરેલુ વપરાશ માટેના LPG સિલિન્ડરની કિંમત વધીને રૂ. 1,103 થઈ છે. બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં છેલ્લા 4 વર્ષમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 56 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

2019ના એપ્રિલમાં આ સિલિન્ડરની કિંમત હતી રૂ. 706.50, જે 2020ના એપ્રિલમાં વધીને થઈ હતી રૂ. 744, 2021માં હતી રૂ. 809 અને 2022માં હતી રૂ. 949.50. આ વર્ષની 1 માર્ચે કિંમત હતી રૂ. 1,053, જે હવે વધીને થઈ છે, રૂ. 1,103.