કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સાતનાં મોતઃ ત્રણ ગુજરાતી

કેદારનાથઃ ઉત્તરાખંડમાં કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં સાત લોકોનાં મોત થયાં છે. અહીં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો. દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર મોટા ધડાકા સાથે તેમણે આગનો ગોળો જોયો હતો. આ હેલિકોપ્ટર ક્રેશમાં બે પાઇલટ સહિત પાંચ શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે.

આ ઘટનાસ્થળે SDRF અને ઓફિસરોની ટીમ છે. આ હેલિકોપ્ટર ખાનગી કંપની આર્યનનું હતું. કેદારનાથ યાત્રામાં કેટલાય લોકો આ હેલિકોપ્ટરનો સહારો લે છે, જેથી મંદિર જલદી પહોંચી શકાય. આ દુર્ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

અહીં મોસમ ઘણો ખરાબ છે. આ હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા, જેમનાં મોત થયાં છે. મુખ્ય પ્રધાનના વિશેષ મુખ્ય સચિવ અભિનવકુમારે જણાવ્યું હતું. કે ઉત્તરાખંડના ફાટામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુ પામેલાઓમાં બે પાઇલટ પણ સામેલ છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં ત્રણ યાત્રી ગુજરાતના રહેવાસી હતા અને પાઇલટ મુંબઈના હતા. સ્થાનિકોનું કહેવું હતું કે આ દુર્ઘટના બની ત્યારે મોટો ધડાકો થયો હતો. અહીં મોસમ ખરાબ છે. અહીં બરફ પડી રહ્યો છે, તેમ છતાં હેલિકોપ્ટર કેમ યાત્રીઓને મંદિર લઈ જઈ રહ્યું હતું? આ બધાની તપાસ થશે.