સંસદ પર હુમલાની વરસીએ લોકસભાની સુરક્ષામાં છીંડાં

નવી દિલ્હીઃ સંસદ પર હુમલાની 22મી વરસીના દિને સંસદની સુરક્ષામાં ભારે ચૂક થઈ છે. લોકસભામાં બે લોકો દર્શક ગેલેરીથી કૂદી પડ્યા હતા અને તેમણે યલો ગેસ છોડ્યો હતો, જ્યારે સંસદ ભવનની બહાર પણ બે લોકોએ ધુમાડો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ થઈ રહી છે. બંને યુવકોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેની સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સંસદની બહાર ઘટનાને અંજામ આપતાં એક મહિલા અને યુવકની પણ દિલ્હી પોલીસે હિરાસતમાં લઈ લીધા છે., જ્યારે અંદરવાળા શખસને સંસદની સિક્યોરિટીએ પકડી લીધા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

 આ શખસોએ ફ્લોરોસેન્ટ ગેસનો છંટકાવ કર્યો હતો. ભાજપના સાંસદ સત્યપાલ સિંહને કહ્યું હતું કે લોકસભામાં શૂન્યકાળની કાર્યવાહી દરમ્યાન અચાનક બે યુવકો વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે કૂદી ગયા હતા. તેમણે પીળી ગેસ છોડ્યો હતો.

સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા. આ કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

આ બાદ સાંસદોએ તેને પકડી લીધા હતા અને બાદમાં સુરક્ષા કર્મચારી તેને બહાર લઈ ગયા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.