બિહાર: મહાગઠબંધનમાં વિવાદનો અંત, કરી સીટોની વહેંચણી

નવી દિલ્હી- બિહારમાં મહાગઠબંધન વચ્ચે સીટોની વહેચણીને લઈને ચાલી રહેવા વિવાદનો અંતે સમાધાન થઈ ગયું છે. તેજસ્વી યાદવે બિહારમાં ગઠબંધન હેઠળ કઈ પાર્ટી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, તેજસ્વી યાદવે માત્ર એ બેઠકો પર જ નામ જાહેર કર્યાં છે જેના પર સમાધાન થઈ ગયું છે. તેજસ્વી યાદવે કહ્યું કે, તેમની પાર્ટી દ્વારા અન્ય બેઠકો પર ઉમેદાવરોની જાણકારી આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં આરજેડી અને તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી શક્તિ સિંહ ગોહિલ અને મદન મોહન ઝા હાજર રહ્યાં હતાં. તો RLSP તરફથી ઉપેન્દ્ર કુશવાહા હાજર રહ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે, ગઠબંધનમાં 19 સીટો પર આરજેડી ચૂંટણી લડશે જ્યારે 5 સીટો પર RLSP અને 9 સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. મહત્વનું છે કે, આરજેડીની 19 બેઠકોમાં ભાગલપુર, બાંકા, મઘેપુરા, દરભંગા, વૈશાલી, ગોપાલગંજ, સીવાન, મહારાજગંજ, સારંગ, હાજીપુર, બેગુસરાય, પાટલીપુત્ર, બક્સર,જહાનાબાદ, નવાદા, ઝાંઝારપુર, અરરિયા, અને શિવભર બેઠકનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની જાહેરતાની સાથે જ તેજસ્વીએ એનડીએ પર હુમલો કરતા કહ્યું કે, તેમણે લોકોને છેતરવાનું જ કામ કર્યું. તેજસ્વીએ દાવો કરતા કહ્યું કે, તે રાષ્ટ્રહિત, સામાજિક ન્યાય અને ઘર્મનિરપેક્ષતા માટે અડીખમ ઉભા છીએ.

તમને જણાવી દઈએ કે, મધેપુરાથી શરદ યાદવ, વૈશાલીથી રઘુવંશ પ્રસાદ સિંહ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, સીવાનથી બીના સાહિબ, દરભંગાથી અબ્દુલ બારી સિદ્દિકી, મહારાજગંજથી રણધીર સિંહ, સારણથી ચંદ્રિકા રાય, હાજીપુરથી શિવચંદ્ર રાય, પાટલિપુત્રથી મીસા ભારતી, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરરિયાથી સરફરાઝ આલમ, અને સીતામઢીથી અર્જૂન રાયને મેદાનમાં ઉતારવમાં આવ્યાં છે.

કોંગ્રેસે જાહેર કરી યાદી

બિહારમાં મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સની સાથે જ કોંગ્રેસે પણ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ તરફથી સુપૌલ બેઠકથી રંજીત રંજન, મુંગેરથી નીલમ દેવીને મેદાનમાં ઉતાર્યા છે.

આવી રીતે થઈ સીટોની વહેંચણી

આરજેડી ઉપરાંત, વીઆઈપી પાર્ટીના ખાતામાં મધુબની, મુઝફ્ફરપુર અને ખગડિયા બેઠકો આવી છે. ‘હમ’ પાર્ટી નાલંદા, ઔરંગાબાદ, ગયા બેઠક પરથી ચૂંટણી લડશે. આરએલએસપી પાર્ટી જમુઈ, કારાકાટ, પશ્ચિમ ચંપારણ, પૂર્વીય ચંપારણથી ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત, કોંગ્રેસ કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, સમસ્તીપુર, મુંગર, પટના સાહિબ, સાસારામ, વાલ્મીકિ નગર, સુપૌલ બેઠક પરથી ચૂંટણી લડશે. આરાની બેઠક સીપીઆઈએમએલના ખાતામાં ગઈ છે.

તમને જણાવી દઈએ કે, પટના સાહિબ બેઠક આ વખતે ઘણી મહત્વી માનવામાં આવી રહી છે. કારણ કે પહેલા આ બેઠક પરથી શત્રુધ્ન સિન્હા ભાજપ તરફથી ચૂંટણી લડતા હતાં. પરંતુ આ વખતે શત્રધ્ન કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદાવારી કરી રહ્યાં છે.