ઉ.પ્ર.માં લોકડાઉનના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમનો સ્ટે

નવી દિલ્હી/લખનઉઃ ઉત્તર પ્રદેશના પાંચ શહેર – લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં લોકડાઉન લાગુ કરવાનો યોગી આદિત્યનાથની સરકારને આદેશ આપતા અલાહાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલ સુધી અટકાવી દીધો છે.

સોલિસીટર જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળ્યા બાદ દેશના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ અલાહાબાદ હાઈકોર્ટના ઓર્ડર સામે મનાઈહૂકમ આપ્યો હતો. મહેતાએ એવી દલીલ કરી હતી કે ઉત્તર પ્રદેશના પાંચ મોટા શહેરોમૈં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાથી ઘણી વહીવટીય મુશ્કેલીઓ સર્જાશે. કોઈ અદાલતી આદેશ દ્વારા પાંચ શહેરોમાં લોકડાઉન લાગુ કરાવવું એ યોગ્ય અભિગમ ન કહેવાય.