રાહુલ ગાંધી કોરોનાગ્રસ્ત; મોદીએ સ્વાસ્થ્યની શુભેચ્છા આપી

નવી દિલ્હીઃ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ કોરોનાવાઈરસ મહાબીમારીનો શિકાર બન્યા છે. ટ્વિટરના માધ્યમથી તેમણે પોતે કોરોનાગ્રસ્ત થયાની જાણકારી આપી છે અને કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની લોકોને અપીલ કરી છે. પોતાને કોરોનાના હળવા લક્ષણ જણાયા હતા અને એ માટેની ટેસ્ટ કરાવતાં રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે, એમ તેમણે ટ્વીટમાં લખ્યું છે.

રાહુલને કોરોના થયાની જાણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે રાહુલજી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને તમે જલદી સાજા થઈ જાવ એવી હું પ્રાર્થના કરું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]