ઐશ્વર્યા-અભિષેકે ઉજવી 14મી-લગ્નતિથિઃ ટીના અંબાણીએ આપ્યાં અભિનંદન

મુંબઈઃ બોલીવૂડ કલાકારો ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન આજે એમની મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યાં છે. એમનાં નિકટનાં પારિવારિક મિત્ર અને ભૂતપૂર્વ અભિનેત્રી ટીના મુનિમ-અંબાણીએ દંપતીને એનાં આ વિશેષ દિવસ નિમિત્તે અભિનંદન આપવા પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. માનવામાં નથી આવતું કે તમારાં સુંદર લગ્નપ્રસંગને 14 વર્ષ વીતી ગયાં. હજી પણ બેઉ એકબીજાનાં પ્યારમાં મશગુલ છે. આરાધ્યાનાં ખૂબ જ સુંદર અને માતાપિતા. આશીર્વાદ અને ખૂબ પ્રેમ. હેપ્પી એનિવર્સરી.

ઐશ્વર્યા અને અભિષેકનાં 2007ની 20 એપ્રિલે મુંબઈમાં ધામધૂમથી લગ્ન થયાં હતાં. એ જ વર્ષના જાન્યુઆરીમાં બંનેની ગુરુ ફિલ્મ રિલીઝ થઈ હતી. 2006માં આવેલી ધૂમ-2 ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યા એકબીજાંની નિકટ આવ્યાં હતાં. એ ફિલ્મમાં જોકે એશની જોડી હૃતિક રોશન સાથે હતી. તે પહેલાં એશ્વર્યા અને અભિષેક ઢાઈ અક્ષર પ્રેમ કે ફિલ્મમાં રોમેન્ટિક જોડી તરીકે ચમક્યાં હતાં. 2011ની 16 નવેમ્બરે આરાધ્યાનાં જન્મ સાથે ઐશ્વર્યા અને અભિષેક માતા-પિતા બન્યાં હતાં.

(તસવીર સૌજન્યઃ ઐશ્વર્યા રાય-બચ્ચન અને ટીના અંબાણી ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]