SBIએ ચૂંટણી બોન્ડની માહિતી કાલે સાંજ સુધી આપવી પડશેઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે SBIની અરજી ફગાવતાં 12 માર્ચે ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. એ સાથે ECને 15 માર્ચ સુધી એ માહિતી જાહેર કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે SBI CMDને માહિતી જારી કરીને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા.

કોર્ટે CBIની વિરુદ્ધ માનહાનિની કાર્યવાહી શરૂ કરવાનો ઇનકાર  કર્યો હતો. SCએ ચેતવણી આપી હતી કે અમે SBIને નોટિસ આપીએ છીએ કે SBI આ આદેશમાં બતાવવામાં આવેલી સમયમર્યાદાની અંદર નિર્દેશોનું પાલન નહીં કરે તો એ જાણીબૂજીને આજ્ઞાનું પાલન નહીં કરવા બદલા કાર્યવાહી માટે તૈયાર રહે.

SBIએ 26 દિનમાં શું કર્યું?

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે SBI પર આકરી ટિપ્પણી કરી છે. CJIએ કહ્યું હતું કે અમે તમને ડેટા એકત્ર કરવા નથી કહ્યું, તમે આદેશનું પાલન કરો. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું તમારે માત્ર ડેટા સીલ કવરથી કાઢવાનો છે અને અને મોકલવાનો છે. તેમણે SBIને પૂછ્યું હતું કે તમે છેલ્લા 26 દિવસોમાં શું કર્યું, કેટલો ડેટા મેળવ્યો. SBI ડોનર્સની સ્પષ્ટ માહિતી આપે.

SBI તરફથી હાજર થયેલા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે બોન્ડ ખરીદવાની તારીખની સાથે બોન્ડનો નંબર અને એનું વિવરણ પણ આપવાનું રહેશે. તેમણે કહ્યું હતું કે અમે સંપૂર્ણ સાવધાની વર્તી રહ્યા છીએ, જેથી ખોટી માહિતી આપવા બદલ અમારી પર કેસ ના થઈ જાય. એના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે એમાં કેસની શું વાત છે, તમારે (SBI)ની પાસે સુપ્રીમ કોર્ટનો આદેશ છે.

સાલ્વેએ કહ્યું હતું કે SBI તરફથી દલીલ કરવામાં આવી હતી કે અમને વધુ સમય જોઈએ છે. કોર્ટના આદેશ મુજબ SBIને એપ્રિલ,2019થી અત્યાર સુધીની માહિતી ચૂંટણી પંચને આપવાની છે. અમારી એકમાત્ર સમસ્યા એ છે કે અમે સંપૂર્ણ પ્રક્રિયાને પલટવાની કોશિશ કરી રહ્યા છીએ. CJIએ કહ્યું હતું કે બધા સીલબંધ કવર મુંબઈની મુખ્ય બ્રાન્ચમાં જમા કરવામાં આવે. બીજી બાજુ રાજકીય પક્ષો 29 અધિકૃત બેન્કોથી પૈસા ડિપોઝિટ કે ઉઠાવી શકે છે.

સાલ્વેએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ ખરીદવાની તારીખ અને ખરીદનારનું નામ એકસાથે ઉપલબ્ધ નથી અને એને ડિકોડ કરવામાં સમય લાગશે.